ચુંટણી પંચ દ્વારા મંગળવારે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચુંટણીની તારીખો સાથે યુપીની ૯ બેઠકો સહિત અલગ અલગ ૧૫ રાજ્યોની વિધાન સભાની કૂલ ૪૭ બેઠકો પરની પેટાચુંટણી માટેની તારીખો પણ જાહેર કરાઇ હતી.
૪૭ વિધાનસભા અને ૨ લોકસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ૧૩ નવેમ્બરે યુપીની ૯ વિધનસભા બેઠકો સહિત ૪૭ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. જ્યારે આયોધ્યાની મિલકીપૂર બેઠક પર હમણાં ચુંટણી યોજાશે નહીં. અહીં સ્થાનિક ઉત્સવને લીધે ચુંટણી મુલતવી રખાઇ છે. આ બધી બેઠોના પરિણામ ૨૩ નવેમ્બરે આવશે.
લોકસભાની બે બેઠકો માટે ૨૦ નવેમ્બરે પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. આ બે લોકસભા બેઠકો કેરળની વાયનાડ અને મહારાષ્ટ્રની નાંદેડ બેઠકો છે. જ્યારે ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર ૧૩ નવેમ્બરે મતદાન થશે. અને ૨૩ મી નવેમ્બરે પરિણામ જાહેર કરાશે.
યુપીની કઈ ૯ બેઠકો
ઉત્તરપ્રદેશ વિધાન સભાની કૂલ ૧૦ બેઠકો પર પેટા ચુંટણી થવાની હતી પણ મિલકીપૂર બેઠક પર હાલ ચુંટણી નહીં થાય માટે ચુંટણી પંચે યુપીની ૯ બેઠકો માટે મતદાનની તારીખ જાહેર કરી હતી.
આ બેઠકોમાં મૈનપુરીની કરહલ, અલીગઢની ખૈર, બીજનોરની મીરાપુર, પ્રયાગરાજની ફૂલપુર, ગાઝિયાબાદની ગાઝિયાબાદ, મીરઝાપુરની મઝવા, આંબેડકરનગરની કટહરિ, સંભલની કુન્દરકી અને કાનપુરની સીસામાઉનો સમાવેશ થાય છે.
કયા રાજ્યની કેટલી બેઠકો
- યુપી-૯
- આસામ-૫
- બિહાર-૫
- ચંડીગઢ-૧
- ગુજરાત -૧
- કેરળ -૨
- મધ્ય પ્રદેશ -૨
- મેઘાલય-૧
- પંજાબ-૪
- રાજસ્થાન-૭
- સિક્કિમ-૨
- ઉત્તરાખંડ-૧
- બંગાળ-૬