સવારે જાગ્યા બાદ ખાલી પેટ કેટલું પાણી પીવું તેના વિશે લોકોને જાણકારી હોતી નથી. અહીં તમને આ સવાલનો જવાબ જાણવા મળશે.
પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મોટાભાગના લોકો આ વાત જાણે છે. ખાસ કરીને સવારે જાગ્યા બાદ પાણી પીવું હિતાવહ છે. પરંતુ શું તમે જાણો છો કે સવારે તમારે કેટલું વાસી મોં પાણી પીવું જોઈએ? જો નહીં, તો આ લેખ તમારા માટે મદદરૂપ થઈ શકે છે. અહીં અમે તમને આ સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ.
હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે?
પ્રખ્યાત યોગગુરુ, લેખક, સંશોધક અને ધ યોગ ઇન્સ્ટિટ્યૂટ, મુંબઈના ડિરેક્ટર ડો.હંસાજી યોગેન્દ્રએ તેમની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ડોક્ટર હંસાજી જણાવે છે, સવારે ઉઠીને પાણી પીવાને આયુર્વેદમાં ‘ઉષાપન’ કહેવામાં આવે છે, જે તમારા શરીરને એક સાથે ઘણા ફાયદા આપે છે.
સવારે ઉઠ્યા પછી પાણી પીવાથી અથવા ઉષાપાન કરવાથી તમારા શરીર માંથી ઝેરી તત્વો બહાર નીકળવામાં મદદ મળે છે, તમારા શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને પાચનતંત્ર સારું થાય છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિએ સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા પાણી પીવું જોઈએ.
સવારે તમારે કેટલું પાણી પીવું જોઈએ?
યોગ ગુરુ હંસા યોગેન્દ્રના જણાવ્યા અનુસાર, ‘આમ તો સવારે ઉઠ્યા પછી કેટલું પાણી પીવું જોઈએ, તે વ્યક્તિની ઉંમર, આહાર, દિનચર્યા અને સંપૂર્ણ સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે. જો કે, તંદુરસ્ત વ્યક્તિને સવારે ૨૦૦ એમએલથી ૫૦૦ એમએલ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. સાથે જ આયુર્વેદ મુજબ પિત્ત દોષ હોય ત્યારે વ્યક્તિને વધુ તરસ લાગી શકે છે. આ ઉપરાંત વાત દોષ હોય તો પણ વધુ પાણી પીવું હિતાવહ છે. વાત દોષથી ત્વચા શુષ્ક થઈ શકે છે અને કબજિયાત થઈ શકે છે, આ સ્થિતિમાં વ્યક્તિના શરીરને વધુ પાણીની જરૂર પડે છે. ’
સવારે પાણી પીવાની શ્રેષ્ઠ રીત કઈ છે?
- ડો.હંસાજી સલાહ આપે છે કે સવારે ખૂબ જ ઠંડુ પાણી પીવાનું ટાળો. આ સિવાય તમે નવશેકું પાણી કે સામાન્ય પાણી પી શકો છો.
- એક જગ્યાએ બેસો અને ધીમે ધીમે પાણીનો ઘૂંટડો ભરો.
- સવારે દાંત સાફ કરતા પહેલા પાણી પીવો. તે ઈમ્યુનિટી સુધારવામાં મદદ કરે છે.
- ઉપપાંક તમે પાણીમાં લીંબુ અને ફુદીનાના પાન મિક્સ કરીને પણ તેનું સેવન કરી શકો છો.
(ડિસ્ક્લેમરઃ આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.)