જરાતના ટોચના પાટીદાર નેતાનું કોંગ્રેસમાંથી રાજીનામું, બુધવારે આમ આદમી પાર્ટીમાં જોડાશે, જાણો કોણ છે આ નેતા ?

કોંગ્રેસ(Congress)ના નેતા અતુલ પટેલે (Atul Patel) કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટ અતુલ પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) અને શહેર પ્રમુખ પ્રશાંત પટેલને રાજીનામુ મોકલ્યું છે. આવતી કાલે 50 કાર્યકર્તા સાથે આપમાં જોડાશે. આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા (Gopal Italiya)ની હાજરીમાં આપમાં જોડાશે. આવતી કાલે સર્કિટ હાઉસ ખાતે સવારે 10 વાગે આપમાં જોડાશે.

‘કોંગ્રેસના સભ્યો ક્રિકેટ જેવું કરે છે, દાવ લઈ ને કોંગ્રેસ ના સભ્યો જતા રહે છે’, કોણે આપ્યું આ નિવેદન?

કોંગ્રેસના સભ્યો ક્રિકેટ જેવું કરે છે, દાવ લઈ ને કોંગ્રેસ ના સભ્યો જતા રહે છે. નાના હતા ત્યારે લોકો આવું કરતા હતા. કોંગ્રેસના સભ્યો ચર્ચા કરીને જતા રહે છે. માંગણીઓ પર થઈ રહેલી ચર્ચાના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હળવી ટકોર કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ગૃહમાં હું સ્પષ્ટ વાત કરવા માગું છું. GSTનો બેઝિક કાયદો એવો છે કે આવક ના 50 ટકા રાજ્ય ને તો 50 ટકા કેન્દ્રને જાય. સિમેન્ટ ગુજરાતમાં બને પણ એનું મોટું વેચાણ અન્ય રાજ્યમાં જાય તો ટેક્સ એ રાજ્યને જાય. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની માંગણી હતી કે શરૂઆતના 5 વર્ષ ગેરેન્ટી આપે, કેન્દ્રમાં ચિદમ્બરમે હા પણ પાડી હતી. કોંગ્રેસની સરકાર રાજ્યોને રક્ષણ આપતી ન હતી. બધાને મીઠું બોલવું ગમે છે, પણ એની અસર શું થાય.

પેટ્રોલ ડીઝલની હાલની આવક રાજ્યની છે, જેમાંથી કેન્દ્રને કશું આપવાનું નથી. કોંગ્રેસ શાસિતના રાજ્યો પણ સંમતિ આપતા નથી. Gstમાં પેટ્રોલ ડીઝલ લાવવામાં આવે તો 50 ટકા ટેક્સ કેન્દ્ર લઈ જાય, તેમ નીતિન પટેલે જણાવ્યું હતું.

આસારામ આશ્રમે ગુજરાતના ક્યા શહેરમાં સરકારી જમીન પચાવી પાડી હોવાની સરકારે કરી કબૂલાત ? લેન્ડ ગ્રેબિંગ કેસ થયો કે નહીં ?   

ગુજરાતની વિજય રૂપાણી સરકારે ગુજરાત વિધાનસભામાં કબૂલાત કરી છે કે, આસારામ આશ્રમ દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસરલ રીતે દબાણ કરાયુ છે. આસારામ આશ્રમ દ્વારા ગેરકાયદેસર દબાણ કરાયું છે કે નહીં તે અંગેનો પ્રશ્ન વિધાનસભા પ્રશ્નોત્તરીમાં પૂછાયો હતો. આ પ્રશ્નના જવાબમાં આસારામ આશ્રમ દ્વારા જુનાગઢમાં આસારામ ટ્રસ્ટ મારફતે ગેરકાયદેસર ખરીદી કરી સરકારી જમીન પર દબાણ ઊભું કર્યું હોવાનું સરકારે સ્વીકાર કર્યો છે. રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે કે, આસારામ આશ્રમ દ્વારા જુનાગઢમાં આસારામ ટ્રસ્ટ મારફતે ગેરકાયદેસર ખરીદી કરી સરકારી જમીન પર દબાણ ઊભું કર્યું હોવા છતાં આ કેસમાં ગુજરાત લેન્ડ ગ્રેબીગ એકટ તળે કાર્યવાહી કરવામાં આવી નથી.

વિધાનસભામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર કર્યો કે, આસારામ આશ્રમ દ્વારા જુનાગઢમાં ખોટું કરાયું છે. રાજ્ય સરકારે એ પણ કબૂલાત કરી છે કે, જૂનાગઢ જિલ્લાની જમીન સરકાર હસ્તક લેવા માટે જૂનાગઢ કલેકટર અને અધિક સચિવ મહેસુલ વિભાગના હુકમ સામે આસારામ આશ્રમ ટ્રસ્ટે સિવિલ કોર્ટ જૂનાગઢમાં દિવાની દાવો દાખલ કરેલ છે અને આ કેસમાં ચુકાદો આવ્યો નથી. આ દીવાની દાવો હાલ પડતર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *