રાજકારણની દુનિયામાં પોતાની વ્યૂહરચનાઓને કારણે ચાણક્ય તરીકે ઓળખાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે ૬૦ મો જન્મદિવસ છે. તેઓનો જન્મ ૨૨ ઓક્ટોબર ૧૯૬૪ નાં રોજ મુંબઈમાં થયો હતો. ત્યારે આવો જાણીએ તેઓને કેમ “ચાણક્ય” કહેવામાં આવે છે.
ભારતની રાજનીતિની રજેરજની જાણકારી રાખનાર વ્યક્તિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશે તમે જરૂર જાણતા હશે. અમિત શાહની ગણના ભારતની રાજનીતિનાં દિગ્ગજ નેતાઓમાં થાય છે. પરંતું તેઓએ આ મુકામ પર પહોંચવા માટે તનતોડ મહેનત કરી છે. રાજનીતિની ઝીણવટ ભરી સમજ અને સરકાર બનાવવામાં કુશળતા રાખવાવાળા અમિત શાહને ભાજપનાં “ચાણક્ય” કહેવામાં આવે છે. તેઓએ કુશળતાથી ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર બનાવી છે.
અમિત શાહ આજે ૬૦ વર્ષનાં થઈ ગયા છે. આજે એટલે કે ૨૨ ઓક્ટોબ ૧૯૬૪ નાં રોજ તેઓનો જન્મ મુંબઈમાં થયો હતો. અમિત શાહે અમદાવાદથી પોતાનો શરૂઆતી અભ્યાસ કર્યા બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી બાયોકેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. સાથે જ અમિત શાહ બહુ જ ઓછા સમયમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં જોડાઈ સ્વયંસેવકની પણ ભૂમિકા ભજવી હતી. અમિત શાહનાં નેતૃત્વમાં ભાજપે ૨૦૧૪ માં લોકસભા ચૂંટણીમાં ભારે બહુમત સાથે જીત મેળવી હતી. તેમણે રાજનીતિમાં તેઓની કારકિર્દીની શરૂઆત ૧૯૮૦ માં કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ સતત સત્તાની સીડી ચઢી રહ્યા છે અને આજે તેઓ દેશના ગૃહમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.
