વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬ માં બ્રિક્સ શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે રવાના થઈ ચૂક્યા છે. ગત વર્ષે વિસ્તાર બાદ આ પહેલું શિખર સમ્મેલન માનવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16માં બ્રિક્સ શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે રવાના થઈ ચૂક્યા છે. ગત વર્ષે વિસ્તાર બાદ આ પહેલું શિખર સમ્મેલન માનવામાં આવી રહ્યું છે. આ સમુહમાં બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. આના વિસ્તાર બાદ ઈરાન, ઈજીપ્ત, ઇથિયોપિયા અને સંયુક્ત અરબ અમિરાતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતીય વડાપ્રધાન મોદી પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત કેટલાક બ્રિક્સ નેતાઓની સાથે દ્વિપક્ષીય વાર્તા કરવા અને યૂક્રેન સંઘ્ષ પર ચર્ચા કરવાની આશા છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.