શેરબજારની ઘટાડા સાથે શરૂઆત બાદ તેજી જોવા મળી

આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું, જો કે થોડી વાર બાદ NSEનો નિફ્ટી ગ્રીન સિગ્નલ પર પરત ફર્યો છે. શરૂઆતના ૫ મિનિટ પછી તરત જ, BSE સેન્સેક્સ ૧૧૫.૭૯ પોઈન્ટ અથવા ૦.૧૪ % ના વધારા સાથે ૮૦,૩૩૬.૫૧ ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે NSE નો નિફ્ટી ૨૪,૪૮૧.૫૫ ના પર ટ્રેડ થયો હતો.

Ayodhya Ram Mandir Stock Market BSE Sensex NSE Nifty Updates | 22 January Holiday | સોમવારે શેરબજાર બંધ રહેશે: રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને ...

નિફ્ટી શેરોમાં પણ બજાજ BAJFINANCEએ સારી ઓપનિંગ દર્શાવી છે અને તે ૩.૬૭ % વધ્યો છે, તેના ગ્રુપ શેરો જેમ કે બજાજ ફિનસર્વ અને બજાજ ઓટો પણ તેજી સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

Stock Market today update Sensex Nifty Adani Group | अदानी समूहाच्या 10 पैकी 9 शेअर्स घसरले: पॉवर, ट्रान्समिशन, ग्रीन एनर्जी, एकूण गॅस शेअर्स 5-5% घसरले; सेन्सेक्स 139 ...

મંગળવારે ભારતીય બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈનો સેન્સેક્સ૯૩૦.૫૫ પોઈન્ટ ઘટીને ૮૦,૨૨૦.૭૨ પોઈન્ટ પર બંધ થયા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો ઈન્ડેક્સ નિફ્ટી ૩૦૯ પોઈન્ટના મોટા ઘટાડા સાથે ૨૪,૪૭૨.૧૦ પોઈન્ટ પર બંધ થયો હતો.

બજારના જાણકારોના મતે વિદેશી રોકાણકારોની પીછેહઠ અને વૈશ્વિક બજારોમાં નરમાઈના કારણે ભારતીય બજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં વધારો થવાને કારણે અને ચીનમાં સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાતને કારણે FII ભારતીય બજારમાંથી નાણાં પાછી ખેંચી રહ્યા છે, જેની બજાર પર વિપરીત અસર પડી રહી છે.

નોંધ: આ માહિતીના આધારે શેરબજારમાં રોકાણ કરવું નહિ. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી હિતાવહ છે. કોઈ પણ રોકાણ અંગે ‘મુંબઈ સમાચાર’ જવાબદાર રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *