ચક્રવાત દાનાને પગલે કોસ્ટ ગાર્ડ હાઈ એલર્ટ પર

બંગાળની ખાડીમાં સંભવીત વાવાઝોડુ દાના ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ચક્રવાતી તોફાનને ધ્યાનમાં રાખીને ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) હાઈ એલર્ટ પર છે. મંગળવારે, કોસ્ટ ગાર્ડે કોઈપણ કટોકટીને ઝડપથી જવાબ આપવા માટે તેના જહાજો અને વિમાન તૈનાત કર્યા છે.

Cyclone Dana: West Bengal and Odisha To Evacuate People As Both States  Brace for Cyclonic Storm; Coast Guard on High Alert | LatestLY

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશનને કારણે, આ ચક્રવાત ૨૫ ઓક્ટોબરની સવારે પુરી અને સાગર દ્વીપની વચ્ચે ૧૦૦-૧૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ કર્યું હતું. ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે જેની ઝડપ અમુક સ્થળોએ ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

Cyclone Dana: Odisha, West Bengal ready forces, other states on alert; all  you need to know - The Economic Times

કોસ્ટ ગાર્ડ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ વ્યૂહાત્મક રીતે તેમના જહાજો અને એરક્રાફ્ટને તૈનાત કર્યા છે જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પગલાં લઈ શકાય. કોસ્ટ ગાર્ડના સમર્પિત કર્મચારીઓ અને સંસાધનો રાહત, બચાવ અને સહાય માટે સંપૂર્ણપણે તૈયાર છે.

Ahead Of Cyclone Dana: Ports On High Alert, Fishermen Warned To Stay Ashore  | Odisha

કોસ્ટ ગાર્ડ ઓડિશા અને પશ્ચિમ બંગાળના સ્થાનિક વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન સત્તાવાળાઓ સાથે સંકલિત રીતે કાર્ય કરી રહ્યું છે જેથી કોઈપણ સંભવિત કટોકટીને અસરકારક રીતે પ્રતિસાદ મળે. કોસ્ટ ગાર્ડે પશ્ચિમ બંગાળના હલ્દિયા અને ઓડિશાના પારાદીપ ખાતે હેલિકોપ્ટર અને રિમોટ ઓપરેશન કેન્દ્રો તૈનાત કર્યા છે, જ્યાંથી માછીમારો અને દરિયામાં નૌકાવિહાર કરતા લોકોને હવામાનની ચેતવણીઓ અને સલામતી સલાહ નિયમિતપણે પ્રસારિત કરવામાં આવી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *