Drugs Case માં મોટી સફળતા, આખી રાત પૂછપરછ કર્યા બાદ NCB એ અભિનેતા Ajaz Khan ની ધરપકડ કરી

મુંબઈ: ડ્રગ્સ કેસ (Drugs Case) માં એનસીબીની સતત કાર્યવાહી ચાલુ છે. ડ્રગ્સ કેસમાં ડ્રેગ પેડલર શાદાબ બટાટાની ધરપકડ બાદ મોડી રાતે એક્ટર એજાઝ ખાનનું નામ આવ્યું હતું અને ત્યારબાદ એનસીબીએ એજાઝ ખાનની અટકાયત કરી હતી. પરંતુ હવે એવા અહેવાલ છે કે આઠ કલાકની પૂછપરછ બાદ એજાઝ ખાનની એનસીબીએ ધરપકડ કરી  લીધી છે.

આજે NDPS કોર્ટમાં રજુ કરાશે
એજાઝ ખાનને ગત રાતે રાજસ્થાનથી મુંબઈ પાછા ફર્યા બાદ એનસીબીએ અટકાયતમાં લીધો હતો. NCB એ એજાઝ ખાનને એરપોર્ટથી અટકમાં લીધો હતો. હવે તેની ધરપકડ બાદ આજે એજાઝ ખાનને NDPS કોર્ટમાં રજુ કરાશે.

આ અગાઉ પણ થઈ હતી ધરપકડ
અભિનેતા એજાઝ ખાનની આ અગાઉ વર્ષ 2018માં પણ નવી મુંબઈ પોલીસે ડ્રગ્સ કેસમાં જ ધરપકડ કરી હતી. તે સમયે એજાઝ ખાન પાસેથી લગભગ 1 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

શાદાબ બટાટા પર છે ગંભીર આરોપ
અત્રે જણાવવાનું કે શાદાબ બટાટા પર મુંબઈના બોલીવુડ સેલેબ્સને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે. શાદાબ બટાટા મોટા ડ્રગ પેડલર ફારુક બટાટાનો પુત્ર છે. શાદાબની ધરપકડ વખતે લગભગ 2 કરોડનું ડ્રગ્સ મળ્યું હતું.

અનેક ડેલી સોપમાં કર્યું છે કામ
એક્ટર એજાઝ ખાન ‘બિગ બોસ 7’નો પણ ભાગ  રહી ચૂક્યો છે. આ સાથે તે રક્ત ચરિત્રમાં પણ જોવા મળ્યો છે. અનેક ડેલી સોપમાં કામ કર્યું છે. જેમાં રહે તેરા આશીર્વાદ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *