તજ એક પ્રકારનો મસાલો છે તેનો ઉપયોગ આપણે અમુક રસોઈ બનાવામાં કરીયે છીએ, અહીં તજ વાળું પાણી પીવાથી સવારે ભૂખ્યા પેટે પીવાના ફાયદા જણાવ્યા છે,
તજ નો ઉપયોગ તેના ઔષધીય ગુણો માટે સદીઓથી કરવામાં આવે છે. તેનો ઉપયોગ માત્ર ખોરાકમાં સ્વાદ ઉમેરવા માટે જ નહીં, પરંતુ તજ ઉમેર્યા બાદ આપણા સ્વાસ્થ્યને અઢળક ફાયદાઓને કારણે પણ થાય છે. શું તમે તમારા ડાયટમાં તજની ચા અથવા સામાન્ય તજનું પાણીનો ઉપયોગ કરો છો, જો હા તો તેનાથી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થઈ શકે છે. એક્સપર્ટ અનુસાર જ્યારે તમે સવારે ખાલી પેટ તજના પાણીનું સેવન કરો છો, તો તે પાણી તમને ડાયાબિટીસ અને વજન ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે. તજના પાણી પીવાથી થતા ફાયદા વિશે વધુમાં અહીં જાણો
તજ એક પ્રકારનો મસાલો છે તેનો ઉપયોગ આપણે અમુક રસોઈ બનાવામાં કરીયે છીએ, અહીં તજ વાળું પાણી પીવાથી સવારે ભૂખ્યા પેટે પીવાના ફાયદા જણાવ્યા છે,
ડાયાબિટીસ કંટ્રોલ કરે
ડાયાબિટીસ ધરાવતા લોકો માટે તજુ સેવન ફાયદાકારક ગણવામાં આવે છે. ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને સુધારવાની ક્ષમતા તજમાં જોવા મળે છે. જેના કારણે તજને ખૂબ પસંદ કરવામાં આવે છે. આ ગુણના કારણે તે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે દરરોજ સવારે ખાલી પેટ તજના પાણીનું સેવન કરો છો, તો તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
રોગપ્રતિકારક શક્તિને વધારે
તજમાં રહેલા એન્ટિમાઈક્રોબાયલ ગુણોને કારણે તમારું મેટાબોલિઝમ વેગ મળે છે. જ્યારે તમારું મેટાબોલિઝ્મ વધે છે, ત્યારે તે તમારા શરીરને ઘણા પ્રકારના ચેપ અને રોગો સામે લડવામાં મદદ કરે છે. શિયાળામાં તમારે તજના પાણીનું સેવન કરવું જોઈએ. તેનું નિયમિત સેવન કરવાથી શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
પાચનશક્તિ વધારે
તજમાં હીલિંગ ગુણ પણ હોય છે જેના કારણે જો તેનું સેવન કરવામાં આવે તો સોજો કે ગેસ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. જ્યારે તમે તજના પાણીનું સેવન કરો છો, ત્યારે ન માત્ર તમારું પાચન સુધરે છે, પરંતુ ખોરાકમાં રહેલા પોષક તત્વો પણ સારી રીતે શોષાય છે.
હૃદયને સ્વસ્થ રાખે
તજને આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક કહેવાય છે. તે આપણા શરીરમાંથી કુલ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. એટલું જ નહીં, તે તમને LDL કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઈડ્સ ઘટાડવામાં પણ મદદ કરે છે. જ્યારે તમે દરરોજ તજના પાણીનું સેવન કરો છો, ત્યારે તે તમારા એકંદર કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને સુધારે છે. તેનું સેવન કરવાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઘણું ઓછું થઈ જાય છે.
વજન ઘટાડવામાં મદદ
જ્યારે તમે ખાલી પેટે તજના પાણીનું સેવન કરો છો, ત્યારે તે તમારા મેટાબોલિઝ્મને વેગ આપે છે, જે તમને તમારા વધેલા વજનને ઘટાડવામાં મદદ કરે છે. તજમાં રહેલા સંયોજનો તમારી ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ કારણે તમે ખોરાક ઓછો લો છો અને કેલેરી પણ ઓછી થાય છે. તેનું સેવન કરવાથી પેટની પાસે જમા થયેલી ચરબીથી પણ છુટકારો મેળવી શકાય છે.