એક્સપાયર થયેલ બિસ્કિટનું સેવન બાદ એ જાણવું જરૂરી છે કે એક્સપાયર થયેલા બિસ્કીટ કઈ રીતે ચિંતાનું કારણ બની શકે છે, તે બિસ્કિટ ખાધા પછી તમારા શરીર પર કેવી અસર થાય છે.
તાજતેરમાં એક ન્યુઝ આવ્યા હતા જે એવો આક્ષેપ કરે છે કે ફ્લાઇટના ત્રણ કલાકના વિલંબ દરમિયાન ઘણા મુસાફરોને એક્સપાયરી ડેટ જતી રહેલા બિસ્કિટ પીરસવામાં આવ્યા હતા. આ ઘટના ત્યારે બની હતી જયારે નાગપુરથી ઈન્દોર ફ્લાઇટ ઓપરેશનલ કારણોસર મોડી પડી હતી.
આ ઘટના બાદ એ જાણવું જરૂરી છે કે એક્સપાયર થયેલા બિસ્કીટ કઈ રીતે ચિંતાનું કારણ બની શકે છે, તે બિસ્કિટ ખાધા પછી તમારા શરીર પર કેવી અસર થાય છે, તે અહીં જાણો
દિલ્હીની કે બિરલા હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિન લીડ કન્સલ્ટન્ટ ડૉ નરેન્દ્ર સિંઘલાએ શેર કર્યું કે સમયસીમા સમાપ્ત થઈ ગયેલા બિસ્કિટ ખાવાથી દૂષણ અને બગાડને કારણે શરીરને સંભવિત સ્વાસ્થ્ય જોખમો થઈ શકે છે.
ડૉ સિંઘલાએ જણાવ્યું હતું ‘ટૂંકા ગાળાની અસરોમાં હાનિકારક બેક્ટેરિયા, વાયરસને કારણે ઉબકા, ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવો જેવા લક્ષણો સાથે ફૂડ પોઇઝનિંગનો સમાવેશ થઈ શકે છે. કેટલીક વ્યક્તિઓ એલર્જીક પ્રતિક્રિયાઓ જેમ કે શિળસ, ખંજવાળ અથવા સોજો પણ અનુભવી શકે છે.’
ડૉ. સિંઘલાના જણાવ્યા મુજબ લાંબા ગાળાના જોખમોમાં જઠરાંત્રિય સમસ્યાઓ જેમ કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS) અથવા ઇન્ફ્લેમેટરી બોવેલ ડિસીઝ (IBD), તેમજ સાલ્મોનેલા અથવા ઇ. કોલી જેવા પેથોજેન્સથી ચેપ થવાની શક્યતાઓ સામેલ છે.
ડૉ. સિંઘલાએ જણાવ્યું હતું કે સમયસીમા સમાપ્ત થયેલા બિસ્કિટ પોષક મૂલ્ય ગુમાવી શકે છે, જે સંભવિતપણે વિટામિન્સ અને ખનિજોની ઉણપ તરફ દોરી જાય છે.
ડૉ. સિંઘલાએ કહ્યું કે ‘બિસ્કિટનો પ્રકાર સ્ટોરેજની સ્થિતિ અને વ્યક્તિગત સ્વાસ્થ્ય જેવા પરિબળો આ અસરોની ગંભીરતાને પ્રભાવિત કરી શકે છે. તેથી સમયસીમા સમાપ્ત થઈ ગયેલા બિસ્કીટ ખાવાનું ટાળવું અને તેનું સેવન કરવામાં આવે તો લક્ષણો પર ધ્યાન રાખવું જોઈએ.’ કોઈપણ વ્યક્તિ જે સતત પાચન સમસ્યાઓ અનુભવે છે તેણે યોગ્ય મૂલ્યાંકન અને સારવાર માટે ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ.
એક્સપાયરી ડેટ જતી રહેલ બિસ્કિટ ખાતા પહેલા શું ધ્યાન રાખવું?
એક્સપર્ટના જણાવ્યા અનુસાર હંમેશા ફૂડ લેબલ પર ચકાસો અને ફ્રેશ પ્રોડક્ટસ પસંદ કરો. એક્સપાયરી પહેલા આનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત એવા ખોરાક પસંદ કરો કે જેમાં ખાંડ, સંતૃપ્ત ચરબી અને સોડિયમ ઓછું હોય.
આર્ટેમિસ હોસ્પિટલ્સના વરિષ્ઠ સલાહકાર, ત્વચારોગવિજ્ઞાન ડૉ. પૂજા અગ્રવાલે જણાવ્યું હતું કે જ્યારે “બેસ્ટ બીફોર” તારીખ સામાન્ય રીતે પ્રોડક્ટની ગુણવત્તા , જેમ કે સ્વાદ અને ટેક્સચર સાથે સંબંધિત હોય છે. તૈયાર માલ અને નાસ્તા જેવી વસ્તુઓ, “યુઝ બાય” અને “એક્સપાયરી” તારીખ વધુ મહત્વપૂર્ણ છે કારણ કે તે સલામતી સાથે સંબંધિત છે, ખાસ કરીને ડેરી, માંસ અને ફાર્માસ્યુટિકલ્સ જેવી નાશવંત વસ્તુઓ માટે.
ડૉ. અગ્રવાલે કહ્યું કે ‘આરોગ્યના જોખમોને ટાળવા માટે આ વસ્તુઓનો ઉપયોગ તેમની સૂચિત તારીખ પછી ન કરવો જોઈએ.