પ્રધાનમંત્રી મોદી આજે મનકી બાત કાર્યક્રમ થકી દેશવાસીઓ સમક્ષ પોતાના વિચાર કરશે રજૂ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ૧૧:૦૦ વાગ્યે દેશવાસીઓ સાથે મન કી બાત કરશે. મન કી બાત કાર્યક્રમની ૧૧૫ મી કડીમાં તેઓ દેશવાસીઓ સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના તમામ માધ્યમ, AIR ન્યૂઝ વેબસાઈટ અને AIR મોબાઈલ એપ પર પણ ઉપલબ્ધ રહેશે. ઓલ ઈન્ડિયા રેડિયોના યુટ્યુબ, ડીડી ન્યૂઝ, પ્રધાનમંત્રી કાર્યાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.