ત્રિપુષ્કર મંગળ યોગ સાથે ધનતેરસની શરૂઆત

Dhanteras Vector Art, Icons, and Graphics for Free Download

આજે ધનતેરસ સાથે દિવાળીના પર્વની શરૂઆત થઈ ગઈ છે. આજે ૨૯ ઓક્ટોબર ૨૦૨૪, મંગળવારના રોજ ધનતેરસ છે. આ વખતે પાંચ દિવસને બદલે આ મહાપર્વ છ દિવસ સુધી ચાલશે. આ વખતે ધનતેરસ પર ત્રિપુષ્કર યોગનો સંયોગ છે, જે ધન, સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે. મૂડી રોકાણ અને ખરીદી માટે આ ખાસ કરીને શુભ છે.

આ સંયોગ પણ બે દિવસથી બની રહ્યો છે. ત્રિપુષ્કર યોગ ૨૯ ઓક્ટોબરના રોજ સવારે ૦૬:૩૨ વાગ્યાથી શરૂ થશે અને ૩૦ ઓક્ટોબરના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યા સુધી ચાલશે.જ્યોતિષશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ત્રયોદશી તિથિ ૨૯ ઓક્ટોબરે સવારે ૧૦.૩૧ વાગ્યાથી શરૂ થશે અને તેની સાથે જ ધનતેરસની ખરીદીનો શુભ સમય શરૂ થઈ જશે.

Dhanteras 2024 laxmi narayan shubh yog lucky for these zodiac sign |  Dhanteras 2024: ધનતેરસથી આ રાશિના જાતકોને લાગી શકે છે લોટરી, ભરાઇ જશે તિજોરી

લાભ ચોઘડિયાનો શુભ સમય સવારે ૧૦:૪૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીનો રહેશે. અમૃત ચોઘડિયાનું શુભ મુહૂર્ત બપોરે ૧૨:૦૦ થી ૦૧:૩૦ વચ્ચે રહેશે. બપોરના ૦૨:૦૦ થી ૦૩:૦૦ વાગ્યાની વચ્ચેનો નિશ્ચિત ચડતો, સાંજે ૦૭:૧૨ થી ૦૮:૪૯ વાગ્યા સુધીનો લાભ ચોઘડિયા પણ ખરીદી માટે શ્રેષ્ઠ રહેશે.અમુક ખાસ અને વિશિષ્ટ મુર્હુત:ઘર/મકાન/ફ્લેટ બુકિંગ/રોકાણ માટે શુભ મુર્હુત:શુભ મુર્હુત- બપોરે ૦૨:૦૦ થી ૦૩:૦૦ વાગ્યાની વચ્ચેવાહન ખરીદી માટે શુભ મુર્હુત-શુભ મુર્હુત: બપોરે ૧૨:૦૦ થી ૦૧:૩૦ સોનું, ચાંદી/દાગીનાઓ ખરીદવા માટેનો શુભ મુર્હુત-શુભ મુર્હુત સવારે ૧૦:૪૦ થી ૧૨:૦૦ અને સાંજે ૦૭:૧૨ થી ૦૮:૪૯ છે.ખરીદી માટે બે દિવસ:આસો કૃષ્ણ પક્ષ ત્રયોદશી તિથિ ૨૯ ઓક્ટોબર, સવારે ૧૦:૩૨. થી શરૂ થાય છે, આસો કૃષ્ણ પક્ષ ત્રયોદશી તિથિ ૩૦ ઓક્ટોબર, બપોરે ૦૧:૧૬ વાગ્યે સમાપ્ત થાય છેત્રિપુષ્કર યોગ શું છે?ત્રિપુષ્કર યોગ મહાલક્ષ્મીનો છે. ત્રિપુષ્કર યોગમાં ખરીદી કરવાથી ત્રણ ગણો ફાયદો મળે છે.

Dhanteras GIFs | Tenor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *