મંદિરમાં આતશબાજી માટે લવાયેલા ફટાકડામાં વિસ્ફોટ

૧૫૦થી વધુ ઘાયલ, ૮ની હાલત ગંભીર.

Over 150 injured, 8 critical, in fireworks accident at Kerala temple festival

કેરળના કાસરગોડમાં એક મંદિરમાં ઉત્સવ દરમિયાન એક મોટી દુર્ઘટના બની હતી. ગત મધરાત્રીએ ફટકડાના સ્ટોરેજમાં વિસ્ફોટ સાથે આગ લાગવાથી લગભગ ૧૫૦ લોકો ઘાયલ થયા છે, જ્યારે ૮ ની હાલત ગંભીર છે.

India News, Latest Breaking News Headlines from India, Live News Updates

ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અહેવાલ મુજબ કે કેરળના કાસરગોડ જિલ્લાના નીલેશ્વરમ પાસે એક મંદિરમાં આતશબાજી દરમિયાન આ ભયાનક દુર્ઘટના થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ કે મંદિર પાસે ફટાકડાના સ્ટોરેજમાં આગ લાગી હતી જેના કારણે આ મોટી દુર્ઘટના થઈ હતી.આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે કાસરગોડ, કન્નુર અને મેંગલુરુની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ઘટનાની માહિતી મળતાની સાથે જ કલેક્ટરથી મંડીને જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી સુધીના તમામ લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.વીરકાવુ મંદિરમાં વાર્ષિક કાલિયટ્ટમ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ કાર્યક્રમ માટે ફટાકડા લાવવામાં આવ્યા હતા અને તેને સ્ટોરેજમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ રાત્રે ૧૨:૩૦ વાગ્યાના સુમારે સ્ટોરેજમાં રાખેલા ફટાકડામાં વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. જેમાં થેયમ પરફોર્મન્સ જોવા માટે નજીકમાં એકઠા થયેલા મહિલાઓ અને બાળકો સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *