મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકો માટેની ચૂંટણી માટે ૨૯ ઓક્ટોબર ૨૦૨૪ સુધી ૭ હજાર ૯૯૫ ઉમેદવારોના ૧૦ હજાર ૯૯૫ ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા છે, એમ મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયે માહિતી આપી છે.
મહારાષ્ટ્ર વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા ૧૫ મી ઓક્ટોબર ૨૦૨૪ થી અમલમાં આવી હતી અને ચૂંટણીની સૂચના ૨૨ મી ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ બહાર પાડવામાં આવી હતી. આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હતી. આજ સુધી મળેલી અરજીઓની ૩૦ મી ઓક્ટોબરે ચકાસણી કરવામાં આવશે અને ૪ નવેમ્બર ૨૦૨૪ ના રોજ અરજીઓ પાછી ખેંચી શકાશે. ૨૦ નવેમ્બરે મતદાન થશે અને ૨૩ નવેમ્બર ૨૦૨૪ ના રોજ મતગણતરી થશે.