રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે ખાસ કરીને સાંજના સમયે ગરમી અને બફારો થાય છે.
ગુજરાતમાં સામાન્ય રીતે દિવાળીના તહેવારો શરુ થવાની સાથે જ ઠંડી વધતી હોય છે જોકે, આ વખતે હજી ઠંડી પડવાનું શરું થયું નથી. અત્યારે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે ખાસ કરીને સાંજના સમયે ગરમી અને બફારો થાય છે. રાજ્યમાં બે દિવસમાં બે ડિગ્રી તાપમાન વધ્યું છે.
ગુજરાતમાં ઠંડીની જોવાતી રાહ
સામાન્ય રીતે દિવાળીના તહેવારો પહેલાથી જ ઠંડી પડવાનું શરુ થાય છે. જોકે, હજી જોવે એવી ઠંડી પડી રહી નથી. ઉલટાનું તપામાન ઉચકાયું છે. બે દિવસમાં બે ડિગ્રી જેટલું તાપમાન ઉચકાયું છે. ગુજરાતમાં બે દિવસ પહેલા લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જોકે, મંગળવારે રાજ્યમાં ૨૨ ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. મંગળવારે રાજ્યમાં ૨૨.૧ ડિગ્રીથી ૨૭.૪ ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું.
રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
અમદાવાદ | ૩૭.૨ | ૨૪.૫ |
ડીસા | ૩૯.૭ | ૨૩.૩ |
ગાંધીનગર | ૩૭.0 | ૨૩.0 |
વિદ્યાનગર | ૩૬.૫ | ૨૩.૪ |
વડોદરા | 37.0 | ૨૩.૮ |
સુરત | ૩૫.૬ | ૨૬.૨ |
વલસાડ | – | – |
દમણ | 33.૬ | ૨૫.૪ |
ભૂજ | ૩૭.૮ | ૨૪.0 |
નલિયા | ૩૫.0 | ૨૩.૫ |
કંડલા પોર્ટ | ૩૫.0 | ૨૫.૧ |
કંડલા એરપોર્ટ | ૩૯.૧ | ૨૨.૧ |
અમરેલી | ૩૭.0 | ૨૪.0 |
ભાવનગર | ૩૫.૨ | ૨૫.૬ |
દ્વારકા | ૩૧.૬ | ૨૭.૪ |
ઓખા | ૩૪.0 | ૨૬.૮ |
પોરબંદર | ૩૫.૨ | ૨૩.૭ |
રાજકોટ | ૩૯.0 | ૨૩.0 |
વેરાવળ | ૩૪.૧ | ૨૬.૮ |
દીવ | ૩૨.૮ | ૨૪.૮ |
સુરેન્દ્રનગર | ૩૭.૭ | ૨૫.૬ |
મહુવા | ૩૫.૮ | ૨૩.૩ |
કેશોદ | ૩૪.૮ | ૨૩.૭ |
ગુજરાતમાં દિવાળી બાદ કડકડતી ઠંડી પડશે
ગુજરાતમાં શિયાળાની શરુઆત થવાની સાથે જ તાપમાન ઉપર નીચે થઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગનું માનવું છે કે દિવાળીના દિવસો બાદ શિયાળો જામશે અને ઠંડી પોતાનું અસલી રૂપ દેખાડશે. તપામાનનો પારો ધારણા કરતા વધારે ગગડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. જોકે, રવિવાર કરતા મંગળારે ૨ ડિગ્રી તાપમાન ઉચકાયું હતું.