ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે હંમેશા વિવાદમાં રહે છે. આ વખતે તેમણે એક એવી હરકત કરી છે કે તેમની ખુબ ટીકા થઈ રહી છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દુતેર્તે તેના ઘર પર એક મહિલા હેલ્પરના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરવાની કોશિશ કરી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર ટીકાનો વરસાદ થઈ રહ્યો છે.
વીડિયો વાયરલ થયા બાદ આ મામલે સ્પષ્ટતા કરતા પ્રેસિડેન્શિયલ પ્લેસે પણ એક નિવેદન બહાર પાડ્યું છે. પ્રેસિડેન્શિયલ પેલેસ તરફથી કહેવાયું છે કે દુતેર્તે વીડિયોમાં ફક્તે પ્લેફૂલ થવાની કોશિશ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ અગાઉ દક્ષિણ કોરિયામાં એક ભાષણ વચ્ચે દુતેર્તેએ એક વિદેશી ફિલિપાઈન્સ કાર્યકરને કિસ કરી હતી. ત્યારબાદ તેમની ખુબ ટીકા થઈ હતી.
પોતાના કારનામાને લઈને રહે છે વિવાદમાં
ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ ગત વર્ષે વિવાદિત નિવેદન આપ્યું હતું કે ઉચ્ચ સીમા પ્રમુખ શુલ્ક અધિકારીઓને સાર્વજનિક રીતે આદેશ આપ્યો છે કે તેઓ ડ્રગ્સ તસ્કરોને જ્યાં જુએ ત્યાં તેમને ગોળી મારી દે.