બાંગ્લાદેશમાં આખરે હિન્દુઓની ધીરજ ખૂટી!

અત્યાચારથી કંટાળેલા હજારો લોકો માર્ગો પર ઊતર્યા.

બાંગ્લાદેશમાં આખરે હિન્દુઓની ધીરજ ખૂટી! અત્યાચારથી કંટાળેલા હજારો લોકો માર્ગો પર ઊતર્યા 1 - image

બાંગ્લાદેશમાં જ્યારથી શેખ હસીનાનો સત્તાપલટો થયો છે ત્યારથી હિન્દુઓ પર અત્યાચારના અહેવાલો પણ સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન શુક્રવારે હજારો લઘુમતી હિંદુઓએ આખરે માર્ગો પર ઊતરી હુમલા અને ઉત્પીડનનો વિરોધ કર્યો હતો. 

Image

હિન્દુઓએ મોટી રેલી યોજીને વચગાળાની સરકાર પાસે સુરક્ષા આપવાની માગ કરી હતી  અને કહ્યું હતું કે હિંદુ સમુદાયના નેતાઓ સામેના રાજદ્રોહના કેસો પાછા ખેંચવામાં આવે. ઉલ્લેખનીય છે કે બુધવારે ચટ્ટોગ્રામમાં ૧૯ હિંદુ નેતાઓ પર રાજદ્રોહના આરોપો દાખલ કરવામાં આવ્યા બાદ આ દેખાવોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Image

શનિવારે ઢાકામાં હિન્દુઓ દ્વારા આજે બીજી મોટી રેલી યોજવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે યોજાયેલી રેલીમાં લગભગ ૩૦,૦૦૦ હિંદુઓએ દક્ષિણ-પૂર્વના શહેર ચટ્ટોગ્રામના એક મુખ્ય ચારરસ્તા પર મોટાપાયે દેખાવો કર્યા હતા. આ જ રીતે દેશના અન્ય ભાગોમાં પણ દેખાવો કરાયા હતા. 

વિશ્વ સમાચાર પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને નવા વર્ષના …
નૂતન વર્ષાભિનંદન

Opinion: Buying new clothes is easy, old clothes are hard to get rid of | Sandesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *