ડોનાલ્ડ ટ્રમ્પની જીતના સંકેત વચ્ચે શેરબજારમાં તેજી

અમેરિકાના ચૂંટણી પરિણામમાં ડોનાલ્ડ ટ્રમ્પની લીડને ધ્યાનમાં લેતાં ભારતીય શેરબજારમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી છેલ્લા કેટલાક દિવસની વોલેટિલિટીના અંતે આજે સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. રોકાણકારોની મૂડીમાં પણ ચાર લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પની જીતના સંકેત વચ્ચે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો, 309 શેર્સમાં અપર સર્કિટ 1 - image

સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ખૂલ્યા બાદ ૬૩૮.૭૧ પોઈન્ટ ઉછળી ૮૦૧૧૫ ના સ્તરે પહોંચ્યો હતો. જે ૧૧.૦૪ વાગ્યે ૪૬૯.૯૮ પોઈન્ટના ઉછાળે ૭૯૯૪૫.૪૧ પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકની ૩૦ સ્ક્રિપ્સ પૈકી ૧૩ શેર્સ ઘટાડા તરફી અને ૧૭ શેર્સ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટી ૫૦ ૧૩૯.૬૫ પોઈન્ટ ઉછાળે ૨૪૩૫૨.૯૫ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી ૫૦ ખાતે ૩૦ શેર્સ ગ્રીન ઝોનમાં અને ૨૦ શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE ખાતે ટ્રેડેડ ૩૮૩૯ સ્ક્રિપ્સ પૈકી ૨૬૯૩ શેર્સમાં સુધારે અને ૯૯૮ શેર્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. ૧૮૫ શેર્સ વર્ષની નવી ટોચે, જ્યારે ૩૦૯ શેર્સમાં અપર સર્કિટ વાગી છે. આ સિવાય ૧૩૭ શેર્સમાં લોઅર સર્કિટ અને ૧૧ શેર્સમાં વાર્ષિક તળિયું જોવા મળ્યું છે.

The Telegraph - Telegraph Online, Daily Telegraph, Sunday Telegraph -  Telegraph

ડોનાલ્ડ ટ્રમ્પની જીતના સંકેત સાથે આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં આકર્ષક તેજી જોવા મળી છે. આઈટી ઈન્ડેક્સ ૩.૩૦ % ઉછાળે જ્યારે ટેક્નોલોજી ઈન્ડેક્સ ૨.૬૧ % ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. ટેક્નોલોજી શેર્સમાં ઈન્ડસ ટાવર સિવાય તમામ ૨૪ સ્ટોક્સમાં ૫ % સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. મેટલ ઈન્ડેક્સ ૦.૨૨ % ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. આ સિવાયના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. એનર્જી, પીએસયુ, રિયાલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ ૧ % થી વધુ ઉછળ્યા છે.

શેરબજાર જોરદાર ઉછાળા સાથે બંધ... આ 10 શેર આજના 'હીરો' સાબિત થયા. - The  stock market closed with a huge gain... These 10 stocks proved to be  today's 'heroes' -

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત જીતને ધ્યાનમાં લેતાં ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં તોફાની તેજી આવી છે. બિટકોઈન લાંબા સમય બાદ ૭૫૦૦૦ ડોલરના લેવલે સ્પર્શ્યો છે. ટ્રમ્પની નીતિઓ ક્રિપ્ટો કરન્સી માર્કેટ માટે વધુ અનુકૂળ હોવાના અંદાજ સાથે ક્રિપ્ટો કરન્સીના રોકાણકારોએ ખરીદી વધારી છે. બિટકોઈન ૧૧.૪૨ વાગ્યે ૯.૦૨ % ના ઉછાળે ૭૪૭૩૭ ડોલરના લેવલે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે એલન મસ્કનો ડોઝકોઈન ૨.૭૯ % ઉછાળે ૦.૨૦૭ ડોલરે ટ્રેડ થઈ રહ્યો છે. 

દિવાળીથી વધુ મહત્વનો છે આ લાભ પાંચમનો શુભ દિવસ, જાણો શુભ સમય, પુજા વિધિ અને  મહત્વ...

સંવેદનાથી શુભપાંચમ,
લાગણી થકી લાભપાંચમ,
આમ જ…
રહે સર્વદા સુખપાંચમ…
પુરુષાર્થનું આ પાવન પર્વ સૌનું જીવન શુભ, લાભ અને સૌભાગ્યકારી ઊર્જાથી પરિપૂર્ણ કરે તેવી પ્રાર્થના…
વિશ્વ સમાચાર તરફ થી લાભપાંચમની અનેક શુભેચ્છાઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *