મલ્હાર ઠાકર અને પૂજા જોશી લગ્નગ્રંથિથી જોડાશે

પૂજા જોશીએ મલ્હાર ઠાકર સાથે તેના લગ્નની જાહેરાત કરી દીધી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને અભિનેત્રીએ જાહેર કરી દીધી કે તે અને મલ્હાર ઠાકર જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

TheFilmyFox | 😍Superstar Malhar Thakar & Puja Joshi. | Instagram

કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મના ચાહકોમાં એ વાત ચર્ચાનો વિષય બની હતી કે ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર કોની સાથે લગ્ન કરશે. ઘણીવાર અભિનેતાને આ અંગે સવાલો પણ પૂછવામાં આવ્યા છે, પણ ત્યારે અભિનેતાએ હંમેશા જવાબો આપવાનું ટાળ્યું છે. ત્યારે હવે દરેક ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા અભિનેતાએ જાહેરાત કરી દીધી કે તે જલ્દી જ લગ્ન કરી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પૂજા જોષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવી દીધું કે તે અને મલ્હાર ઠાકર લગ્ન ગ્રંથિથી જોડાશે.

Pooja Joshi and Malhar Thakar song released recently | નવરાત્રિ માટેની કઈ  આરતીમાં મલ્હાર ઠાકર અને પૂજા જોષી?

દરેક ચર્ચા પર પૂર્ણવિરામ લગાવતા અભિનેતાએ જાહેરાત કરી દીધી છે કે તે નવેમ્બર ૨૦૨૪ ના અંતમાં લગ્ન કરશે. અભિનેત્રી પૂજા જોશીએ ઇન્સ્ટાગ્રામ પર મલ્હાર સાથેનો ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું, “તમામ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવીએ છીએ. રીલથી રિયલ સુધી.. તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ!”

Vaat Vaat Ma Web Series (ShemarooMe): Release Date, cast and All you need  to know; Starring Malhar Thakar - Wiki King | Latest Entertainment News

પૂજા અને મલ્હારની જોડી કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે. આ પછી જ તેમના સંબંધોની ચર્ચાઓ ઉઠી હતી. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રી પૂજા જોષીએ પણ સ્વીકાર્યું કે તે અને મલ્હાર ઠાકર નવેમ્બર મહિનાના અંતમાં લગ્ન કરવાના છે. કોરોનાના સમયે અભિનેત્રીએ મલ્હાર સાથે એક વેબસીરીઝ કરી હતી, વાત વાતમાં. એ સીરીઝથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ પછી બંને લગ્ન સ્પેશિયલ અને વીર ઈશાનું સીમંત નામની ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

♥️😍Malhar Thakar and Puja Joshi getting married: Sources #MalharThakar  #PujaJoshi #TheGujaratiFilms

ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ જણાવ્યું કે ક્યારે અમે એકબીજાને ગમવા લાગ્યા એનો ખ્યાલ પણ ન આવ્યો અને આખરે અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. પરિવારના સભ્યોએ પણ અમારા આ નિર્ણય પર મંજૂરીની મહોર લગાવી દીધી. એટલે હવે અમે લગ્નગ્રંથિથી જોડાઈશું. જણાવી દઈએ કે ૩૪ વર્ષીય અભિનેતા મલ્હાર ઠાકર ૩૨ વર્ષીય અભિનેત્રી પૂજા જોષી સાથે નવેમ્બર મહિનાના અંતમાં અમદાવાદમાં ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિ સાથે લગ્ન કરશે.

દિવાળીથી વધુ મહત્વનો છે આ લાભ પાંચમનો શુભ દિવસ, જાણો શુભ સમય, પુજા વિધિ અને  મહત્વ...

સંવેદનાથી શુભપાંચમ,
લાગણી થકી લાભપાંચમ,
આમ જ…
રહે સર્વદા સુખપાંચમ…
પુરુષાર્થનું આ પાવન પર્વ સૌનું જીવન શુભ, લાભ અને સૌભાગ્યકારી ઊર્જાથી પરિપૂર્ણ કરે તેવી પ્રાર્થના…
વિશ્વ સમાચાર તરફ થી લાભપાંચમની અનેક શુભેચ્છાઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *