શિયાળાની ઋતુમાં ડ્રાય સ્કિનની સમસ્યાથી બચવા માટે જો તમે પણ આ મોંઘા બોડી લોશનની નિષ્ફળતાથી પરેશાન છો, તો તમે તમારા ઘરમાં હાજર કેટલાક તેલની મદદ લઈ શકો છો.
શિયાળો ની અસર હવે ધીમે ધીમે વર્તાઈ રહી છે. આ સીઝનમાં સવારે નાહીને નીકળતાંજ મોસ્ચ્યુરાઇઝ કે લોશનની જરૂર પડે છે કારણ કે ઠંડા અને સૂકા પવનોને લીધે આપણી સ્કિન ડ્રાય થઇ જવાની સમસ્યા વધી જાય છે. શિયાળામાં, આપણી ત્વચા તેની ભેજ ગુમાવે છે જેના કારણે તેની ચમક પણ જતી રહે છે. ઘણીવાર આ સમસ્યાનો સામનો કરવા માટે આપણે માર્કેટમાં મળતા મોંઘા બોડી લોશન કે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરીએ છીએ. કેટલાક બોડી લોશન સારી રીતે કામ કરે છે, તો કેટલાક એવા હોય છે જે બિલકુલ કામ કરતા નથી અથવા તેમની અસર લાંબો સમય ટકી શકતી નથી.
શિયાળાની ઋતુમાં ડ્રાય સ્કિનની સમસ્યાથી બચવા માટે જો તમે પણ આ મોંઘા બોડી લોશનની નિષ્ફળતાથી પરેશાન છો, તો તમે તમારા ઘરમાં હાજર કેટલાક તેલની મદદ લઈ શકો છો. તમે તેલનો ઉપયોગ કરવાનું શરૂ કરો છો, ત્યારે તમારી ત્વચા માત્ર નરમ જ નહીં પરંતુ હાઇડ્રેટેડ અને ગ્લોઇંગ પણ બનશે. અહીં જાણો ક્યાં શિયાળાની ડ્રાય સ્કિન માટે તેલ ઉપયોગ થશે અસરકારક સાબિત
શિયાળામાં ડ્રાય સ્કિન માટે તેલ
બદામનું તેલ
બદામનું તેલ અથવા આલ્મન્ડ ઓઇલ પણ તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તમને તેમાં વિટામીન E ભરપૂર માત્રામાં મળે છે જે તમારી ત્વચાને કોમળ બનાવે છે. જો તમે શિયાળામાં તેનો ઉપયોગ કરવા માંગો છો, તો તમારે તેને સ્નાન કરતા પહેલા તમારા આખા શરીર પર લગાવવું જોઈએ.
નારિયેળ તેલ
શિયાળાના આ દિવસોમાં તમારી ત્વચા માટે નારિયેળ તેલથી વધુ સારું બીજું કંઈ હોઈ જ ન શકે. નાળિયેર તેલ તમારી ત્વચામાં ઊંડે સુધી પ્રવેશ કરે છે અને હાઇડ્રેશન પ્રદાન કરે છે. જ્યારે તમે તમારી ત્વચા પર નાળિયેર તેલનો ઉપયોગ કરો છો, ત્યારે તે નરમ અને ચમકદાર રહે છે. એટલું જ નહીં, નાળિયેર તેલનો ઉપયોગ કરીને તમે ઘણા પ્રકારના ચેપથી પણ સુરક્ષિત રહે છે.
સનફ્લાવર ઓઇલ
સનફ્લાવર ઓઇલ સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવામાં મદદ કરે છે. તે સ્કિનને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે અને તેને શુષ્ક થતી અટકાવામાં મદદ કરે છે. આ એટલા માટે છે કારણ કે તે આવશ્યક ફેટી એસિડથી સમૃદ્ધ છે જે સ્કિનમાં કુદરતી ભેજને જાળવવામાં મદદ કરે છે.