જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ગુરૂવારે જોરદાર બબાલ થઇ રહી છે. વિધાનસભામાં પક્ષ અને વિપક્ષના ધારસભ્યોમાં ભિડંત થઇ રહી છે. આ હંગામો આર્ટિકલ ૩૭૦ ની વાપસીના પ્રસ્તાવ થઇ રહ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે બારામૂલાથી લોકસભા સાંસદ એન્જીનિયર રાશિદના ભાઇ ખુર્શીદ અહમદ શેખે સદનમાં આર્ટિકલ ૩૭૦ નું બેનર બતાવ્યું, ત્યારબાદ પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી થઇ. વિધાનસભામાં વિપક્ષના નેતા સુનીલ શર્માએ બેનર બતાવવાના મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો. ત્યારબાદ સદનને થોડીવાર માટે સ્થગિત કરી દેવામાં આવી છે.