જાણો ૦૮/૧૧/૨૦૨૪ શુક્રવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

જલારામ જયંતી

Jalaram Jayanti Status | Jalaram Bapa Status Video | Happy Jalaram Jayanti  2024 |જલારામ જયંતી સ્ટેટસ

ખીચડી જેની સાન છે
રખવાળો જેનો રામ છે
ગોકુળ જેવું જેનું ધામ છે
ખવડાવવું એજ એનું કામ છે
વીરપુર જેનુ ગામ છે
આખા જગતમાં તેનું નામ છે
એ બાપા જલારામ છે
તેમને કોટી કોટી પ્રણામ છે.
!! જય જલારામ બાપા !!

આજનુ પંચાંગ 

Weekly almanac, this week the leap month will begin and the Sun will change the zodiac; 3 auspicious moments for shopping and starting a new job | હિંદુ કેલેન્ડર: સાપ્તિહિક પંચાંગ, આ

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા :  રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૦ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૭ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૪૬ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૧ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૩૮ મિ. (સુ) ૭ (ક.) ૩૪ મિ. (મું) ૭ ક. ૩૧ મિ.

જન્મરાશિ : મકર (ખ.જ.) રાશિ આવે.

નક્ષત્ર : ઉત્તરાષાઢા ૧૨ ક. ૦૪ મિ. સુધી પછી શ્રવણ નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ-વૃષભ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મકર

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન હેમંતઋતુ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક ૧૭ વ્રજ માસ : કારતક

માસ-તિથિ-વાર : કારતક સુદ સાતમ

– જલારામ જયંતી

મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ જમાદી ઉલઅવ્વલ માસનો ૫ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ખોરદાદ માસનો ૨૬મો રોજ આસ્તાદ

આજ નું રાશિફળ

Animated Round Frame with Zodiac Sign. Black and White Horoscope Symbol. | Black and white gif, Zodiac, Zodiac signs

આ ત્રણ રાશિના જાતકોની તમામ મુશ્કેલીઓ થશે આજે દૂર, જોઈ લો શું છે તમારી રાશિના હાલ?

Read Daily, Weekly, Monthly Horoscope | Rashifal Adda

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે. તમારા મહત્વપૂર્ણ કાર્યો પર નજર રાખવી જોઈએ અને તેમને અગાઉથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમારા કામમાં કેટલીક ગૂંચવણો હતી, તો તે પણ ઘણી હદ સુધી ઉકેલાઈ જશે. તમારી યોજનાઓ ફળીભૂત થશે. સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે. જો તમને કોઈ બાબતની ચિંતા હતી, તો તે પણ ઘણી હદ સુધી દૂર થઈ જશે. તમારા સાથીદારો સામે વિચારો વ્યક્ત કરવાનો મોકો મળશે.

આજનો દિવસ તમને કેટલાક નવા સંપર્કોથી લાભ લાવશે. તમારી કેટલીક સમસ્યાઓ વધી શકે છે. તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. લવ લાઈફ જીવતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. તમારે કોઈપણ લડાઈને પ્રોત્સાહન ન આપવું જોઈએ, તો જ તમારા પરિવારમાં શાંતિ અને સુખ હશે. તમારે તમારા બોસ દ્વારા કહેવામાં આવેલી કોઈપણ ખોટી વાત સાથે સંમત થવાનું ટાળવું પડશે, નહીં તો તમને પાછળથી પસ્તાવો થશે. તમારે પૈસાને લઈને આગળની યોજના બનાવવાની જરૂર છે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ હિંમત અને બહાદુરીમાં વૃદ્ધિ કરનારો રહેશે. આજે તમારા બોસ તમારી કંઈક નવું કરવાની આદતથી ખુશ થશે. આજે તમે તમારી દિનચર્યાને જાળવી રાખવાનો પ્રયાસ કરશો. તમે યોગ અને કસરત પર સંપૂર્ણ ધ્યાન આપશો. જો તમને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાનો મોકો મળે તો તમે તેના માટે આગળ આવશો, જેનાથી પરિવારના સભ્યો પણ ખુશ થશે. તમને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક પણ મળશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ વાહન ખરીદવા માટે અનુકૂળ રહેશે. જો તમારું કોઈ સરકારી કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો આજે પૂરું થઈ શકે છે. માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકો સારા સોદાને અંતિમ સ્વરૂપ આપી શકે છે. તમે તમારા ઘરમાં નવું વાહન લાવી શકો છો. જો મિલકતને લઈને કોઈ લડાઈ ચાલી રહી હોય તો તે પણ દૂર થઈ જશે. તમારા કોઈ મિત્ર દ્વારા કહેવામાં આવેલી કોઈ વાત તમને ખરાબ લાગી શકે છે. પારિવારિક સમસ્યા અંગે આજે તમારે કોઈ વડીલ પાસેથી સલાહ લેવી પડશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. આજે તમારા તમારા કામનું આયોજન કરવું પડશે. વેપારમાં આજે તમારે ખૂબ જ સમજી વિચારીને રોકાણ કરવું પડશે. નોકરી કરી રહેલાં લોકોના હાથમાંથી આજે કેટલાક પ્રોજેક્ટ નીકળી શકે છે. સંતાનની કારકિર્દીની લઈને જો કોઈ ચિંતા સતાવી રહી હતી તો આજે એમને સારી તક મળશે. પરિવારના કોઈ સભ્ય પાસેથી આજે કેટલીક નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. તમારું કામ આવતીકાલ સુધી સ્થગિત કરવાનું ટાળવું જોઈએ.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ રહેવાનો રછે. લાંબા સમયથી જો કોઈ કામ પેન્ડિંગ હતું તો આજે એ પણ પૂરું થશે. તમારે કોઈ કામના કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. લવ લાઈફ જીવતા લોકોનો તેમના પાર્ટનર સાથે કોઈ મુદ્દા પર મતભેદ રહેશે. જો પરિવારમાં કોઈ બાબતને લઈને કોઈ વિવાદ થાય છે, તો તમારા માટે સારું રહેશે કે તમે તેના વિશે ચૂપ રહો અને બંને પક્ષોની વાત સાંભળીને નિર્ણય લો. વ્યવસાયમાં તમારા કેટલાક ખાસ સોદાઓ ફાઇનલ થઈ શકે છે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કાયદાકીય બાબતમાં સાવધાની રાખવાનો રહેશે. આજે તમારે કોઈ પણ બાબતમાં ઉતાવળ કરવાથી બચવાનો રહેશે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. વિરોધીઓથી આજે સાવધ રહેવું પડએશ. સમાજસેવાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેશો. ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં બિલકુલ આરામ ન કરો. તમારી ખાવાની આદતોમાં ગરબડને કારણે તમને પેટ સંબંધિત સમસ્યાઓ વધી જશે. કેટલાક અજાણ્યાઓથી અંતર રાખવું તમારા માટે સારું રહેશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે તમે ધાર્મિક કામમાં ભાગ લેશો. પરિવારિક બાબતોમાં આજે કોઈ અહંકાર આપશો તો તેને કારણે તમને નુકસાન જ પહોંચી શકે છે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. જો તમે કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા હોય, તો તમારે તેને પાછા ચૂકવવા પડશે. તમારું મન કોઈ વાતને લઈને ચિંતિત રહેશે. તમારા બોસ કામ પર તમારા કામની પ્રશંસા કરશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહથી ભરપૂર રહેશે. આજે તમારી મુલાકાત કોઈ અનુભવી વ્યક્તિ સાથે થશે. બિઝનેસમાં કોઈ જોખમ લેશો તો આજે તમને નુકસાન થઈ શકે છે. વધુ પડતા કામના કારણે તમને થાક, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળમાં તમે તમારી સારી વિચારસરણીનો લાભ ઉઠાવશો. તમને લાંબા સમય પછી કોઈ મિત્રને મળવાનો મોકો મળશે. તમારો કોઈ વિરોધી તમને પરેશાન કરવાનો પ્રયાસ કરી શકે છે. સંતાન આજે તમારા માટે કોઈ ભેટ લાવશે. કોઈ સહકર્મચારીઓ આજે તમારા માટે પરેશાની ઊભી કરી શકે છે.

મકર રાશિના જાતકો માટે આજનો દિલસ લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા કરવાનો રહેશે. કામના સ્થળે તમે તમારી વિચારસરણીનો લાભ ઉઠાવવો પડશે. મિત્ર કોઈ રોકાણ સંબંધિત સ્કીમ વિશે જણાવશે, પરંતુ તમારે ખૂબ જ સમજી વિચારીને રોકાણ કરવું પડશે. તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. જો પ્રોપર્ટી સંબંધિત કોઈ સોદો અટક્યો હોય તો તે પણ ફાઈનલ થઈ શકે છે. તમને અનુભવી લોકોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરનારો રહેશે. આજે તમે કોઈ કામમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતો તો આજે એનો ઉકેલ આવશે. તમારે તમારા પિતા સાથે કોઈ કામ અંગે યોજના બનાવવી પડશે. તમારા કામમાં તમારા સહકર્મીઓ તમને પૂરો સાથ આપશે. તમારે ઉતાવળમાં અને ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય લેવાનું ટાળવું પડશે. જો તમે તમારા કામની યોજના બનાવો છો, તો તે તમારા માટે વધુ સારું રહેશે. આજે પ્રગતિના નવા નવા દ્વાર ખુલશે. પ્રોપર્ટી વગેરે ખરીદશો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. આજે તમે તમારા કામને ઉકેલવામાં વ્યસ્ત રહેશે. કામના સ્થળે તમારે તમારી જાતને સાબિત કરવી પડશે. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપવું પડશે. આજે તમારી પર કોઈ જવાબદારી હોય તો તેને લઈને બિલકુલ ઢીલ ના દેખાડવી જોઈએ. રાજકારણ સાથે સંકળાયેલા લોકોને આજે કોઈ મોટી તક મળશે. વિદ્યાર્થીઓની કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ અટકી પડેલું કામ પૂરું થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *