કેનેડા માટે સ્ટડી પરમિટ મેળવવી મુશ્કેલ થઇ

કેનેડ સરકાર દ્વારા એસડીએસ પ્રોગ્રામ ૨૦૧૮ માં શરૂ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ ભારત, ચીન અને ફિલિપાઇન્સ સહિત ૧૪ દેશોના વિદ્યાર્થીઓ માટે વિઝા એપ્લિકેશન પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.

Canada Study Permit: કેનેડા માટે સ્ટડી પરમિટ મેળવવી મુશ્કેલ થઇ, SDS પ્રોગ્રામ બંધ કર્યો, ભારતીય વિદ્યાર્થીઓને મોટી અસર

કેનેડા એ ૮ નવેમ્બરથી તેના સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) પ્રોગ્રામને અચાનક જ બંધ કરી દીધો છે. સ્ટડી પરમિટ મેળવવા માટે આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી હતી અને વિદેશી વિદ્યાર્થીઓને ઝડપથી વિઝા મેળવવામાં મદદ કરી રહી હતી. એસડીએસ પ્રોગ્રામ ૨૦૧૮ માં શરૂ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ ભારત, ચીન અને ફિલિપાઇન્સ સહિત ૧૪ દેશોના વિદ્યાર્થીઓ માટે વિઝા એપ્લિકેશન પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.

Jobs In Canada,શા માટે કેનેડામાં જોબ મળવી મુશ્કેલ છે? ઈન્ડિયન સ્ટુડન્ટે  કર્યો ખુલાસો - graduate student shares why it is difficult to get a job in  canada - Iam Gujarat

વિદ્યાર્થીઓ માટે કેનેડા જવું મુશ્કેલ થયું

એસડીએસ માટેના અરજદારોમાં ૨૦૬૩૫ પાઉન્ડ મૂલ્યનું કેનેડિયન ગેરેન્ટેડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ (જીઆઇસી) અને અંગ્રેજી અને ફ્રેંચ લેગ્વેજ ટેસ્ટ સ્કોર સામેલ કરવાનું હોય છે. એસડીએસની પ્રક્રિયા સાથે, સફળ અરજદારોને થોડા અઠવાડિયામાં સ્ટડી પરમિટ મળી જતી હતી. જ્યારે ઘણીવાર પરમિશન લેવામાં આઠ અઠવાડિયા સુધીનો સમય લાગે છે. તેથી વિદેશી વિદ્યાર્થીઓ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા હતી.

કેનેડા એ સ્ટડી પરમિટ કેમ બંધ કરી?

એસડીએસ (SDS) નાબૂદ કરવાનું કારણ કેનેડામાં રહેઠાંણ અને સંસાધનોના અભાવ તરફ ઇશારો કરે છે, જે વિદેશી વિદ્યાર્થીઓની વસતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ છે. ૨૦૨૪ ના નીતિગત ફેરફારોના ભાગરૂપે, કેનેડાની સરકારે ૨૦૨૫ માટે ૪૩૭૦૦૦ નવી સ્ટડી પરમિટની મર્યાદા નક્કી કરી છે, જેમાં અનુસ્નાતક કાર્યક્રમો સહિત શિક્ષણના તમામ સ્તરોને આવરી લેવામાં આવ્યા છે.

Allocation of study permits for each province based on population in Canada,  with the highest number of foreign students able to study in Ontario |  કેનેડામાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત: વસતીના આધારે  દરેક પ્રાંત માટે સ્ટડી પરમિટ્સની ...

કેનેડાના નવા નિયમો હેઠળ આ પ્રક્રિયા વધુ મુશ્કેલ બનાવવામાં આવી છે. આ નિયમોને કારણે, વિદેશી વિદ્યાર્થીઓ હવે લાંબા સમય સુધી રાહ જોવાના સમય અને ઉચ્ચ લાયકાતના ધોરણોનો સામનો કરે છે. આવા વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ અગાઉથી સારી રીતે અરજી કરે અને તમામ નિયમોનું પાલન કરીને તેમના દસ્તાવેજો તૈયાર રાખે.

Canada Immigration,2024માં કેનેડા 4.85 લાખ લોકોને જ PR આપશે, આગામી ત્રણ  વર્ષ સુધી સંખ્યામાં કોઈ ફેરફાર નહીં કરે - canada will not change  immigration level for next three years - Iam Gujarat

ભારત અને કેનેડા વચ્ચે તણાવ યથાવત

Navigating Uncharted Waters: The Current India-Canada Conflict

ખાલિસ્તાન સાથે જોડાયેલા મુદ્દા પર કેનેડા અને ભારત વચ્ચેની ખેંચતાણમાં નોંધપાત્ર વધારો થયો છે. બંને દેશોના વિદેશ મંત્રાલયોએ પણ એકબીજા વિશે કડક નિવેદનો આપ્યા છે. આવી સ્થિતિમાં, કેનેડા સરકારના આવા નિર્ણયોને આની સાથે જોડી શકાય છે, પરંતુ તે સ્પષ્ટ રીતે કહી શકાતું નથી. આના બીજા ઘણા કારણો હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *