ઈઝરાયલના પીએમ સ્વીકાર્યું કે, તેમણે સપ્ટેમ્બરમાં લેબનોન સ્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના લક્ષ્યો પર પેજર હુમલાને અધિકૃત કર્યો હતો જેમાં લગભગ ૪૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ૩,૦૦૦ થી વધુ ઘાયલ થયા હતા.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું લેબનોનમાં પેજર હુમલાને લઈને પહેલીવાર નિવેદન સામે આવ્યું છે. વાસ્તવમાં તેમણે રવિવારે પુષ્ટિ કરી હતી કે, તેમણે સપ્ટેમ્બરમાં લેબનોન સ્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના લક્ષ્યો પર પેજર હુમલાને અધિકૃત કર્યો હતો જેમાં લગભગ ૪૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ૩,૦૦૦ થી વધુ ઘાયલ થયા હતા. નેતન્યાહુના પ્રવક્તા ઓમર દોસ્તીએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, નેતન્યાહુએ રવિવારે પુષ્ટિ કરી હતી કે તેમણે લેબનોનમાં પેજર ઓપરેશનને લીલીઝંડી આપી દીધી છે.
૧૦ નવેમ્બરના રોજ કેબિનેટની બેઠકમાં નેતન્યાહુએ એ પણ સ્વીકાર્યું કે, ઇઝરાયેલી સૈન્યએ સીધા આદેશો પ્રાપ્ત કર્યા પછી બેરૂતમાં ચોક્કસ હુમલો કર્યો હતો જેમાં હિઝબોલ્લાના વડા હસન નસરાલ્લાહની હત્યા કરી હતી. તમને જણાવી દઈએ કે, આ વર્ષે ૧૭ થી ૧૮ સપ્ટેમ્બરની વચ્ચે ઈરાન સમર્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતા હજારો પેજર્સ અને વોકી-ટોકીમાં વિસ્ફોટ થયો હતો જેમાં લગભગ ૪૦ લોકો માર્યા ગયા હતા અને ૩,૦૦૦ થી વધુ ઘાયલ થયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર લેબનોનમાં હિઝબોલ્લાહ લડવૈયાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા પેજર્સ માત્ર ૩૦ મિનિટમાં વિસ્ફોટ થયા હતા, જ્યારે હિઝબોલ્લાહ લડવૈયાઓ ઇઝરાયેલના રડારથી બચાવવા માટે કોઈ જીપીએસ માઇક્રોફોન અને કેમેરા ધરાવતા ન હતા. લેબનોને આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે, તેણે ઘાતક હુમલાઓ અંગે યુએન શ્રમ એજન્સીને ફરિયાદ નોંધાવી છે, જેમાં ઇઝરાયેલ પર માનવતા અને ટેકનોલોજી સામે ભયંકર યુદ્ધ ચલાવવાનો આરોપ લગાવ્યો છે.