ગાય અને ભેંસ નું દૂધ શરીર માટે આવશ્યક તમામ પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો કે બંને માંથી ક્યું દૂધ શ્રેષ્ઠ છે તે મારા સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે.
ગાય વિરુદ્ધ ભેંસનું દૂધ: દૂધ આપણા સ્વાસ્થ્ય અને શરીર માટે ખૂબ ફાયદાકારક છે. દૂધ પીવાથી હાડકાં મજબૂત બને છે, કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં ઘણા પોષક તત્વો હોય છે. દૂધને બાળકો અને પુખ્ત વયના લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ ઘણીવાર એક પ્રશ્ન હંમેશા આવે છે કે, ગાય અને ભેંક માંથી કોનું દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને કયા દૂધનું સેવન કરવું જોઈએ.
દૂધ પોષક તત્વોથી ભરપૂર
દૂધ એ આપણા દૈનિક આહારની આવશ્યક ચીજ છે. દૂધમાં રહેલા કેલ્શિયમ અને વિટામિન ડી હાડકાંને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઘણા લોકોને ભેંસનું દૂધ પીવું ગમે છે તો ઘણા લોકો ગાયનું દૂધ પીવે છે. જો કે ગાય અને ભેંસ બંનેના દૂધમાં પુષ્કળ પોષક તત્વો મળી આવે છે અને કયું દૂધ વધુ ફાયદાકારક છે, તે સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે. ચાલો આપણે જાણીએ કે ગાયનું દૂધ કે ભેંસનું દૂધ તમારા શરીર માટે વધુ ફાયદાકારક છે.
ગાયનું દૂધ પીવાના ફાયદા
કેન્દ્રીય પશુપાલન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મોટા ભાગના લોકો ગાયનું દૂધ પીવાનું પસંદ કરે છે. કારણ કે, ગાયનું દૂધ હલકું હોય છે અને તેમાં ચરબીનું પ્રમાણ પણ ઓછું હોય છે. આ રીતે ગાયનું દૂધ પચાવવામાં સરળતા રહે છે. જ્યારે, ભેંસનું દૂધ થોડું જાડું હોય છે અને ચા કોફીમાં તેનું સેવન કરવાનું પસંદ કરે છે.
ગાયનું દૂધ વધારી શકે છે કોલેસ્ટ્રોલ
ગાયનું દૂધ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારી શકે છે. ગાયના દૂધમાં સેચ્યુરેટેડ ફેટ વધુ માત્રામાં હોય છે, જે તમારા કોલેસ્ટ્રોલ લેવલને વધારી શકે છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોવાને કારણે હાર્ટ એટેક, હાઈપરટેન્શન અને સ્ટ્રોક જેવી અનેક બીમારીઓનો ખતરો રહે છે. સાથે જ ભેંસના દૂધમાં લો કોલેસ્ટ્રોલ હોય છે, જે હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે.
ભેંસનું દૂધ પીવાના ફાયદા
ભેંસના દૂધમાં ગાય કરતા વધુ પોષક તત્વો હોય છે. ભેંસના દૂધમાં મળતું કેલ્શિયમ અને ફોસ્ફરસ આપણા હાડકાંને મજબૂત બનાવે છે અને તે દાંત માટે ખૂબ ફાયદાકારક છે. તે આપણને ઓસ્ટિઓપોરોસિસથી પણ બચાવે છે. ભેંસના દૂધને પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજોનો સારો સ્રોત માનવામાં આવે છે. ભેંસનું દૂધ પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે.
વજન વધારવા માટે ઉપયોગી
ભેંસના દૂધમાં ફેટ વધારે પ્રમાણમાં હોય છે. ભેંસનું દૂધ મેદસ્વી લોકો માટે સારું નથી. સાથે જ જો તમે તમારું વજન વધારવા માંગો છો તો ભેંસનું દૂધ તમારા માટે સારું સાબિત થશે.
ગાય અને ભેંસ કોનું દૂધ વધુ અસરકારક છે?
ગાય અને ભેંસ બંનેના દૂધમાં પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેટ અને કેલ્શિયમ સહિત ઘણા પોષક તત્વો મળી આવે છે. પરંતુ, બંનેના દૂધમાં આ પોષક તત્વોની માત્રામાં ફરક હોય છે. જેમ કે, ૧૦૦ મિલી ગાયના દૂધમાં લગભગ ૩.૨ ગ્રામ પ્રોટીન હોય છે, પરંતુ ભેંસના દૂધમાં ૩.૬ ગ્રામ પ્રોટીન હોય છે. આમ રીતે ગાય અને ભેંસના દૂધમાં પણ થોડો ફરક છે.