ડિંગુચા ગામના જગદિશ પટેલ અને તેમના પરિવારના થીજી ગયેલા મૃતદેહને આજે બે વર્ષ બાદ કેનેડિયન અને અમેરિકન સરકારે બંને તરફથી બે શખ્સો પર આ ગેરકાયદેસર ઘૂસણખોરી માટે કેસ ચલાવ્યો છે જે નવેમ્બરની ૧૮ મી તારીખથી થશે. જાન્યુઆરી ૨૦૨૨ ના ગાળામાં જગદીશ પટેલના પરિવાર સહિત કુલ ૧૧ જણાએ કેનેડાની બોર્ડર ક્રોસ કરીને ઘૂસવનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જગદિશ પટેલનો પરિવાર છૂટો પડી ગયો હતો અને પૂરતા ગરમ કપડાના અભાવે તીવ્ર માઈનસ ૩૦ ડિગ્રીમાં થીજાઈ ગયો હતો. અમેરિકન ખૂફીયા એજન્સી દ્વારા ઘૂસણખોરી કરાવનારી અનેક કડીઓને શોધવામાં સફળતા મેળવી છે.
સમગ્ર ગેરકાયદેસર પ્રક્રિયામાં સાથ આપનાર કેનેડા તરફના હર્ષ પટેલ અને અમેરિકા તરફથી ઘૂસાડનારા સ્ટિવ શેન્ડ પર કાર્યવાહી શરુ કરવામાં આવી છે. અમેરિકન અને કેનેડિયન સરકારે આ બંને શખ્સોને સોફિસ્ટિકેટેડ હ્યુમન સ્મગલિંગ અંતર્ગત કેસ ચાલી રહ્યો છે. આ કામ કરવાના ઉપરોક્ત આરોપીઓએ ૯૦,૦૦૦ અમેરિકન ડોલર લેવાનું નક્કી કર્યું હતું.
આ કેસ સાથે કેનેડા અને અમેરિકાની સરકારે સંયુક્ત રીતે ૨૦૨૪ માં ૯૦,૪૧૫ ભારતીયોને કેનેડા અને મેક્સિકોની સરહદથી પકડવામાં સફળતા મેળવી છે જ્યારે એકલા કેનેડાની બોર્ડર પરથી ૪૩૭૬૪ બોર્ડર ક્રોસ કરતા ભારતીયોને પકડયા છે જેમાંના અડધાથી વધારે ગુજરાતી છે.
જો કે ૨૦૨૩ કરતાં ૨૦૨૪ માં કેનેડાથી અમેરિકા ઘૂસણખોરીનો આંક થોડો ઘટયો છે. અમદાવાદમાં મહેસાણા જિલ્લાના કેટલાંક ગામોમાં ‘બે નંબર’ કહેવાતા ગેરકાયદેસર ઘૂસણખોરીના કિસ્સામાં સૌથી વધુ ૨૩ હજારથી વધુ ગુજરાતીઓ કેનેડાની બોર્ડરથી પકડાયા છે.
અમેરિકામાં ટ્રમ્પ સરકાર આવવાની સાથે ઇમિગ્રેન્ટસના નિયમો વધુ કડક થવાની આગાહી છે સાથે સાથે કેનેડાની સરકારે પણ છેલ્લા બે મહિનામાં વિઝા નીતિ વધુને વધુ કડક બનાવતા હવે ભારતીયો માટે કેનેડા અને મેક્સિકો બોર્ડરથી ગેરકાયદેસર રીતે પ્રવેશવું દુષ્કર થઈ ગયું છે.
બીજી બાજુ સામાજિક સ્તરે પણ ડિંગુચા અને તેની આસપાસના ગામોમાં આ પ્રકારની ગેરકાયદેસર ઘૂસણખોરી ના કરવાની વાતો પણ ચર્ચાએ છે. છતાં પણ વર્ષોથી અમેરિકા સ્થિત થયેલા સગા વ્હાલાઓની સાથે સેટ થવાના મોહના કારણે હજુ પણ કેટલાંક પરિવારો આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો ભોગ બની રહ્યા છે.