આજે બુધવારે ૨૦ નવેમ્બર ૨૯૨૪ ના રોજ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન છે. આજે દિગ્ગજ નેતાઓનું ભાવી નક્કી થશે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ માટે બુધવારને ૨૦ નવેમ્બરે મતદાન છે. રાજ્યની તમામ ૨૮૮ વિધાનસભા બેઠકો માટે એક જ દિવસે મતદાન યોજાશે. મહારાષ્ટ્ર સિવાય ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન યોજાશે. બન્ને રાજ્યોમાં મતગણતરી ૨૩ નવેમ્બરે થશે. મતદાન સવારે ૦૭:૦૦ વાગ્યે શરૂ થયું છે અને સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. મતદાનના દિવસે મુંબઈ અને રાજ્યના અન્ય શહેરોમાં ડ્રાય ડે રહેશે.