મહારાષ્ટ્રમાં આજે મુખ્યમમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે. મહાયુતિના ત્રણેય પક્ષના નેતાઓની આજે દિલ્હીમાં બેઠક મળી રહી છે. જેમાં ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ, શિવસેના પ્રમુખ એકનાથ શિંદે તથા NCPના અજીત પવાર કેન્દ્રીય નેતૃત્વ સાથે સરકારની રચના માટે બેઠક કરશે. આ અગાઉ મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે તથા શિવસેના નેતા કહી ચૂક્યા છે કે તેમની પાર્ટી આગામી મુખ્યમંત્રીના નામ માટે ભાજપનું સમર્થન કરશે. અને વરિષ્ઠ નેતા જે પણ નિર્ણય લેશે તેને અમે મંજૂરી આપીશું.
મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પત્રકાર પરિષદમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં મહાયુતિને બહુમતી મળી છે… જેના માટે હું જનતાનો આભાર માનું છું… જનતાએ મહાગઠબંધન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે… એકનાથ શિંદેએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું કે તેમને મુખ્યમંત્રી બનવાની કોઈ ઈચ્છા નથી…
૨૩ નવેમ્બરે પરિણામ જાહેર થયા બાદ આગામી મુખ્યમંત્રી અંગેની અટકળોએ જોર પકડ્યું છે. શિવસેના અને એનસીપીની સાથે ભાજપ દ્વારા પણ સીએમ અંગેના દાવાઓ થવા લાગ્યા. શિવસેના અને એનસીપીએ પણ તેમના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરીને દબાણની રાજનીતિ કરી. પરંતુ પહેલા NCP અને હવે શિવસેના બેકફૂટ પર છે. મહાયુતિને ૨૮૮ વિધાનસભા બેઠકોમાંથી ૨૩૦ બેઠકો મળી છે. આમાં એકલા ભાજપે ૧૩૨ બેઠકો જીતી છે, જે બહુમતી કરતા ૧૩ બેઠકો ઓછી છે.