ડાયાબિટીસ દર્દી બીટ ખાવું કે નહીં તે વિશે મૂંઝવણ અનુભવે છે. બીટમાં નેચરલ સુગર હોય છે. જાણો બીટરૂટ ખાવાથી બ્લડ સુગર લેવલ વધે છે કે નહીં.
ડાયાબિટીસ દર્દી માટે આહારનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આવી સ્થિતિમાં ઘણી વખત ડાયાબિટીસ દર્દી મૂંઝવણમાં હોય છે કે બીટ માં નેચરલ સુગર હોય છે અને તે ખાવાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે કે નહીં. અહીં અમે તમને જણાવીએ છીએ કે બીટ ખાવાથી શુગર લેવલ વધે છે કે નહીં. ખરેખર તો બીટ બ્લડ શુગર પર પોઝિટિવ અસર કરી શકે છે, પરંતુ ડાયાબિટીસ દર્દીએ સાવચેતીપૂર્વક તેનું સેવન કરવું જોઈએ. બીટમાં નેચરલ સુગર હોય છે, આથી યોગ્ય માત્રામાં સેવન કરવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
બીટ અને બ્લડ સુગર કન્ટ્રોલ
બીટ નો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) લગભગ ૬૧ છે, જે મધ્યમ શ્રૈણીમાં આવે છે. એવી જ રીતે બીટરૂટમાં ગ્લાયસેમિક લોડ (GL) લગભગ ૫ હોય છે, જેનો અર્થ એ છે કે તે બ્લડ સુગર લેવલ ઝડપથી વધારતું નથી.
એન્ટિ ઓક્સિડન્ટ્સથી ભરપૂર
બીટરૂટમાં બેટાલેન અને નાઇટ્રેટ્સ જેવા એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે, જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવામાં મદદ કરે છે. તેનાથી ઓક્સિડેટિવ તણાવ ઓછો થાય છે, જેનાથી ડાયાબિટીસ સાઈડ ઈફેક્ટથી બચી શકાય છે. બીટમાં ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે, જે બ્લડ સુગર લેવલ ધીમે ધીમે વધારવામાં અને લાંબા સમય સુધી કન્ટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.
ડાયાબિટીસ દર્દી બીટ ખાઇ શકે છે?
જે લોકોને બ્લડ સુગર લેવલની સમસ્યા છે તેઓ સલાડમાં બીટ ખાય શકે છે. સલાડમાં ગાજર, કાકડી સાથે બીટ મિક્સ કરવું અને લીંબુનો રસ નાંખી સેવન કરવાથી ફાયદો થાય છે.
બીટ રસ પીવાના ફાયદા
એક નાનો ગ્લાસ (૧૦૦ થી ૧૫૦ મિલી) ફ્રેશ ોબીટ જ્યુસ પીવ. તેમાં ઉપરથી ખાંડ નાંખવી નહીં. સવારે બીટ જ્યુસ પીવું વધુ ફાયદાકારક હોય છે. સવારે પીવાથી આખો દિવસ શરીરમાં એનર્જી રહે છે.
બીટ સૂપ અને સ્મૂધી
બીટ માંથી સૂપ બનાવી તેનું સેવન કરી શકાય છે. તે ફાઇબર અને અન્ય પોષક તત્વોથી સમૃદ્ધ છે અને બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. ઓછી ખાંડવાળા ફળો (જેમ કે, બ્લુબેરી અથવા સ્ટ્રોબેરી) અને દહીં સાથે બીટ સ્મૂધી બનાવો.
બીટ ખાવાથી કઇ બીમારી માંથી બચી શકાય છે?
- હૃદય રોગ – બીટમાં રહેલા નાઈટ્રેટ્સ બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરે છે અને કાર્ડિયોવેસ્ક્યુલર બીમારીનું જોખમ ઘટાડે છે.
- કેન્સર – બીટમાં એન્ટિ ઓક્સિડન્ટ્સ બેટાલેન અને ફાયટોકેમિકલ્સ હોય છે, જે કેન્સરના કોષોના વિકાસને અટકાવી શકે છે.
- એનિમિયા – બીટમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં અને લોહીની ઉણપ દૂર કરવામાં મદદ કરે છે.
- પાચનતંત્ર સુધારે છે – ફાઈબરની વધુ માત્રા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને કબજિયાતથી બચાવે છે.
- લીવર ડિટોક્સ કરે છે – બીટ લીવરને સાફ કરવામાં અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે.