ફેંગલ વાવાઝોડું આજે કરશે લેન્ડફોલ

૯૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે.

સમુદ્ર બન્યું તોફાની, ફેંગલ વાવાઝોડું આજે કરશે લેન્ડફોલ, 90 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે 1 - image

ફેંગલ વાવાઝોડું આજે બપોરે પુડુચેરી નજીક પહોંચે તેવી શક્યતા છે. આ અંગે વહીવટી અધિકારીઓએ સ્થાનિક લોકોને તેમના ઘરમાં રહેવાની સલાહ આપી છે. વાવાઝોડાને જોતા શનિવારે તમામ શાળા અને કોલેજો બંધ રહેશે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. 

TROPICAL CYCLONE FENGAL Tracker | Cyclocane

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન શનિવાર બપોર સુધીમાં પુડુચેરી નજીક પહોંચવાની સંભાવના છે. આ દરમિયાન પવનની ઝડપ ૯૦ કિમી પ્રતિ કલાકની રહી શકે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ એ કુલોથુનગને PWD, સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને અન્ય વિભાગોના અધિકારીઓ સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા અને સમીક્ષા કરી હતી.

Cyclone Fengal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *