તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડાની અસર

ફેંગલ વાવાઝોડું શનિવારે (૩૦ મી નવેમ્બર) સાંજે ૭૦-૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તમિલનાડુ અને પુડુચેરી નજીક કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચેના દરિયાકાંઠાને પાર કરશે. આ દરમિયાન તમિલનાડુના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને શનિવારે સાંજે ૦૭:૦૦ વાગ્યા સુધી અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે.  ભારે વરસાદને કારણે તમિલનાડુના નવ જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડાની અસર, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ 1 - image

પ્રશાસને પુડુચેરીના દરિયાકાંઠે પણ સુરક્ષા વધારી દીધી છે. પુડુચેરીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક કલાઈવાનને આ વિસ્તારના દરિયાકિનારા અને દરિયાકાંઠાના રસ્તાઓની મુલાકાત લીધી હતી. તમિલનાડુના લોકોને ચેન્નાઈના મરિના બીચ, પટ્ટિનપક્કમ અને એડવર્ડ ઈલિયટ બીચ સહિતના દરિયાકાંઢે ન જવાની સલાહ આપી હતી.

Tamil Nadu Cyclone Fengal Landfall Photos LIVE Update; Kerala Puducherry |  IMD Rainfall Alert | तमिलनाडु से 2 दिन में टकरा सकता है फेंगल तूफान: 75  kmph की रफ्तार से हवा चलेगी,

ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ન્યૂ વોશરમેનપેટ, જેમિની ફ્લાયઓવર અને માઉન્ટ રોડ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા.  વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. ચેન્નાઈમાં શુક્રવાર રાતથી સતત ભારેથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. 

Chennai Rain Live Updates: Deep depression to intensify into cyclonic storm  in next 3hours, city sees high tides and gusty winds

હવામાન વિભાગ અનુસાર, ફેંગલ વાવાઝોડું સૌપ્રથમ બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી પર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે સાંજ સુધીમાં ઉત્તર તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે.

<div class="paragraphs"><p>The Deep Depression over Southwest Bay of Bengal currently lies 530 km south-southeast of Chennai. Cyclone Fengal will head northwards towards Tamil Nadu coast.</p></div>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *