વર્ષના છેલ્લા મહિને પણ મોંઘવારીનો માર

 કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો.

Commercial LPG cylinder prices increased for the second consecutive month |  Sandesh

વર્ષના છેલ્લા મહિનાની પહેલી તારીખે ફરી એકવાર મોંઘવારીનો જોરદાર આંચકો લાગ્યો છે અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. કંપનીઓએ તમામ શહેરોમાં સુધારેલી કિંમતો જારી કરી દીધી છે.

મોંઘવારીનો માર : એલપીજીના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ. ૧૦૩નો વધારો | The  price of a 19 kg commercial LPG cylinder has been hiked - Gujarat Samachar

૧૯ કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડર લગભગ ૧૮ રૂપિયા મોંઘો થયો છે. અગાઉ પહેલી નવેમ્બરે પણ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે, આ વખતે પણ ૧૪ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો કોઈ ફેરફાર કર્યા વિના સ્થિર છે.

એલપીજીના ભાવમાં વધારોઃ દિલ્હીથી મુંબઈ સુધી એલપીજી સિલિન્ડર ખૂબ મોંઘું થઈ  ગયું છે...તત્કાલ નવા દરો તપાસો - LPG Price Hike: LPG cylinder has become so  expensive from ...

એલપીજી સિલિન્ડરના ભાવમાં થયેલા ફેરફારો પર નજર કરીએ તો દિલ્હીથી મુંબઈ અને કોલકાતાથી ચેન્નાઈ સુધી ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ૧ ડિસેમ્બરે દેશની રાજધાની દિલ્હીમાં ૧૯ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત ૧૮૧૮.૫૦ રૂપિયા થઈ ગઈ છે, જે અત્યાર સુધી ૧૮૦૨ રૂપિયા હતી. 

Commercial Lpg Gas Price : કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો  વધારો, ખાદ્યપદાર્થોની કિંમતમાં વધારો થઈ શકે

આ સિવાય જો આપણે અન્ય શહેરોની વાત કરીએ તો આ કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે કોલકાતામાં ૧૯૨૭ રૂપિયાનો થઈ ગયો છે, જે ૧ નવેમ્બરના રોજ વધારા પછી ૧૯૧૧.૫૦ રૂપિયામાં વેચાઈ રહ્યો હતો. આ સાથે મુંબઈના એલપીજી સિલિન્ડરની કિંમત પર નજર કરીએ તો ૧૯ કિલોના સિલિન્ડરની કિંમત ૧૭૫૪.૫૦ રૂપિયા હતી, જે હવે વધીને ૧૭૭૧ રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય અત્યાર સુધી આ સિલિન્ડર ચેન્નાઈમાં ૧૯૬૪.૫૦ રૂપિયામાં મળતું હતું, જે હવે ૧૯૮૦.૫૦ રૂપિયા થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *