વજન ઘટાડવા માટે તમારા ડાયટમાં ઘટાડો કરવાને બદલે તંદુરસ્ત ખોરાક ખાવાનો વિકલ્પ પસંદ કરવો વધુ મહત્વપૂર્ણ છે. જો સવારના નાસ્તામાં હેલ્ધી ફૂડ ખાવામાં આવે તો વજન ઝડપથી ઓછું થવા લાગે છે.અહીં ૩ બેસ્ટ હેલ્ધી બ્રેકફાસ્ટની વાત કરી છે જે તમારું વજન કોન્ટ્રલ કરવામાં મદદ કરી શકે છે.
ભારતમાં ન તો સ્વાદિષ્ટ વાનગીઓની અછત છે અને ન તો ફૂડી લોકોની ! પરંતુ આ શોખ ધીમે ધીમે આપણને સ્થૂળતાનો શિકાર બનાવે છે. એકવાર પેટ અને કમરની આસપાસ ચરબી જમા થઈ જાય તો તેને ઘટાડવી એ મુશ્કેલ બની જાય છે. કેટલાક લોકો વજન ઘટાડવા માટે ખાવા-પીવાનું ઓછું કરે છે, પરંતુ તેનાથી શરીરમાં નબળાઈ આવે છે.
વજન ઘટાડવા માટે તમારા ડાયટમાં ઘટાડો કરવાને બદલે તંદુરસ્ત ખોરાક ખાવાનો વિકલ્પ પસંદ કરવો વધુ મહત્વપૂર્ણ છે. જો સવારના નાસ્તામાં હેલ્ધી ફૂડ ખાવામાં આવે તો વજન ઝડપથી ઓછું થવા લાગે છે.અહીં ૩ બેસ્ટ હેલ્ધી બ્રેકફાસ્ટની વાત કરી છે જે તમારું વજન કોન્ટ્રલ કરવામાં મદદ કરી શકે છે.
વજન ઘટાડવા માટે હેલ્ધી બ્રેકફાસ્ટ
બેસન ચિલ્લા
જો તમે સવારે ઘઉંના લોટની રોટલી ખાતા હોવ તો આ આદતને તરત જ બદલી નાખો કારણ કે ચણાના લોટમાંથી બનેલા ચિલ્લા વધુ ફાયદાકારક છે. બેસન ચીલ્લામાં તમે તમારા મનગમતા વેજિટેબલ્સ ઉમેરી શકો છો એમાં જેમ કે, લીલા મરચા, કોથમીર, ટામેટા, પાલક અથવા મેથી અને ડુંગળી વગેરે ઉમેરી શકાય છે તે તમારા ચિલ્લાનો સ્વાદ વધારશે અને હેલ્ધ માટે વધુ ફાયદાકારક સાબિત થઈ છે. આ ઉપરાંત તે વજન ઘટાડવામાં અસરકારક છે અને જો તમે તેને નિયમિતપણે ખાશો તો તમારી ફિટનેસ અકબંધ રહેશે.
ઓટ્સ
ઓટ્સને એન્ટીઑકિસડન્ટ અને ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે, જે ન માત્ર તમારું વધતું વજન ઘટાડવામાં મદદ કરે છે પરંતુ હૃદય રોગના જોખમને પણ ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેથી શિયાળામાં તેનું સેવન ગુણકારી છે. જો તમે દરરોજ સવારે ઓટ્સ ખાશો તો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધશે નહીં અને વજન પણ જળવાઈ રહેશે.
સ્પ્રાઉટ સલાડ
સ્પ્રાઉટ એટલે કે ફણગાવીને બનાવામાં આવેલ કઠોળ, જેમાં તમે તમારા મનગમતા કઠોળ ઉમેરી શકો છો, જેમ કે, બાફીને સોયાબીન, રાજમાં, મગ, મઠ, ચણા વગેરે ઉમેરી શકાય છે, કઠોળમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રોટીન હોવાથી તમારું પેટ ભરેલું રાખશે અને અંતે તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે, આ ખાસ સલાડમાં તમે અન્ય શાકભાજીમાં ટામેટા, ડુંગળી, લીલા મરચા, લીંબુ, કોબીજ, બીટ વગેરે. આ બધું ઉમેરવાથી તમારો સવારનો પૌષ્ટિક નાસ્તો તૈયાર થશે.