ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી

ભારત-શ્રીલંકામાં ૧૯ નાં મોત, પુડ્ડુચેરીમાં વરસાદનો ૩૦ વર્ષનો રેકોર્ડબ્રેક.

Cyclone Fengal

ફેંગલ વાવાઝોડાએ એટલી હદે તબાહી મચાવી છે કે ભારત અને શ્રીલંકામાં ૧૯ લોકો મોતના મુખમાં સરી ગયા છે. વાવાઝોડાને કારણે તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં તો એટલો ભારે વરસાદ પડ્યો કે જનજીવન જ ખોરવાઈ ગયું અને પુડ્ડુચેરીમાં વરસાદનો 30 વર્ષનો રેકોર્ડબ્રેક થઇ ગયો. 

ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ભારત-શ્રીલંકામાં 19નાં મોત, પુડ્ડુચેરીમાં વરસાદનો 30 વર્ષનો રેકોર્ડબ્રેક 1 - image

ભારતીય હવામાન વિભાગે કહ્યું કે ભારતના દક્ષિણ તટ અને બંગાળની ખાડી પાર કર્યા બાદ આ વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે. પુડ્ડુચેરીમાં છેલ્લા ૨૪ કલાકમાં જેટલો વરસાદ પડ્યો છે એટલો છેલ્લા ૩૦ વર્ષમાં ક્યારેય નોંધાયો નથી. ચેન્નઈ પણ લગભગ પાણીમાં ડૂબી ગયું હોય તેવું લાગે છે. બીજી બાજુ કર્ણાટકમાં સરહદી વિસ્તારોમાં આ તોફાનની ભારે અસર દેખાવા લાગી હતી. અહીં ઉથાનગરાઈ અને ક્રિષ્ણાગિરીમાં રેકોર્ડ ૫૦૩ મિમી વરસાદ નોંધાયો હતો. જેના પગલે ભારે તારાજી સર્જાઈ અને પાર્ક કરેલા વાહનો પણ તણાઈ ગયા હતા જેમાં બસોનો વીડિયો સામે આવ્યો છે જે તબાહીનો અંદાજ આપી દે છે. 

Andhra on Alert: Cyclone Michaung to Trigger 'Exceptionally' Heavy Rains,  Flash Floods | Weather.com

વાવાઝોડાની અસર એટલી ભયાનક હતી કે એરપોર્ટનું સંચાલન પણ ખોરવાઈ ગયું હતું અને અનેક ફ્લાઈટો રદ કે મોડી કરવામાં આવી હતી. જોકે રવિવારે ફરી એકવાર ચેન્નઈમાં ફ્લાઈટોનું સંચાલન શરૂ તો થયું પણ અનેક વિસ્તારોમાં પાણી જ પાણી થઇ ગયું હતું. 

ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ભારત-શ્રીલંકામાં 19નાં મોત, પુડ્ડુચેરીમાં વરસાદનો 30 વર્ષનો રેકોર્ડબ્રેક 2 - image

ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વૃક્ષો ઉખડી ગયા છે અને વીજળી તથા ટેલીફોનના થાંભલા પણ તૂટી પડ્યા હતા. હાલમાં રાજ્યમાં એનડીઆરએફ, એસડીઆરએફની મદદ લેવામાં આવી રહી છે અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ તોફાનની અસર લગભગ ૧.૩૮ લાખ લોકો પર થઇ હતી.  

PHOTO : ફેંગલ વાવાઝોડાએ વેર્યો વિનાશ: ભારત-શ્રીલંકામાં 19ના મોત, વરસાદનો 30  વર્ષનો રેકૉર્ડ તૂટ્યો | Fengal Cyclone Effect India Sri Lanka Tamil Nadu  Puducherry Chennai Weather Rain ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *