વોક કરવું એટલે કે ચાલવું સૌથી સરળ કસરત છે. જો કે ખાલી પેટ અને જમ્યા બાદ ચાલવાથી શરીરને અલગ અલગ ફાયદા થાય છે.
વોક કરવું એટલે કે ચાલવું સૌથી સરળ કસરત છે. વોક કરવાથી શરીરને એક સાથે ઘણા ફાયદા થાય છે. ખાસ કરીને વજન ઘટાડવા માટે ચાલવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જો કે, ઘણીવાર લોકોના મનમાં એક સવાલ પણ થાય છે કે વજન ઘટાડવા માટે સવારે ખાલી પેટે કે રાત્રે જમ્યા બાદ ક્યારે ચાલવાથી વધુ ફાયદો થાય છે? આ લેખમાં, અમે તમારી મૂંઝવણ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
ઘણા હેલ્થ રિપોર્ટ સૂચવે છે, કે સવારે ખાલી પેટ પર ચાલવાથી ચયાપચયને વેગ મળે છે. તેનાથી તમારું શરીર ખોરાકને વધુ સારી રીતે શોષી શકે છે, તેમજ વધુ કેલરી બર્ન કરી શકે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
સવારે માત્ર ૩૦ મિનિટ ચાલવાથી તમે દિવસભર ઊર્જાવાન અનુભવો છો. વહેલા ભૂખ લાગતી નથી. આ સ્થિતિમાં પણ તમે ઓછી કેલરી લો છો અને તમારું વજન કન્ટ્રોલમાં રહે છે. ઉપરાંત ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઓબેસિટીના એક રિપોર્ટમાં પણ જણાવવામાં આવ્યું છે કે, રોજ ખાલી પેટ માત્ર ૨૦ થી ૩૦ મિનિટ જ ચાલવાથી વિસ્કેરલ ચરબીયુક્ત ટિશ્યુ એટલે કે પેટની ચરબી ઝડપથી ઓછી થઇ શકે છે.
તો બીજી તરફ જમ્યા પછી ૧૦ થી ૧૫ મિનિટ સુધી ચાલવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. ખરેખર, ચાલવાથી તમારા પેટ અને આંતરડા ઉત્તેજિત થાય છે, આ પાચન તંત્ર દ્વારા ખોરાકને ઝડપથી આગળ વધારવામાં મદદ કરે છે અને પાચન વધુ સારું છે. ખોરાકનું વધુ રીતે પાચન વજન ઘટાડવામાં ફાળો આપે છે.
ચાલવાના ફાયદા
ઉપર જણાવ્યા મુજબ જમતe પહેલાં અને પછી થોડીવાર ચાલવાથી કે વોક કરવાથી ફાયદો થાય છે. જો કે તમારું લક્ષ્ય વજન ઘટાડવાનું હોય તો સવારે ખાલી પેટ ચાલવાથી વધુ ફાયદો થઈ શકે છે.
જમ્યા પછી ચાલવાથી પાચનક્રિયા સારી હોવાને કારણે પેટનું ફૂલવું કે એસિડિટી જેવી સમસ્યા થતી નથી, જ્યારે ખાલી પેટે ચાલવાથી શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને ઘટાડવામાં સીધો ફાળો મળે છે.
આ અંગે નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીના એક રિસર્ચના પરિણામો પણ દર્શાવે છે કે જમ્યા પછી ચાલવા કરતાં ખાલી પેટે ચાલવું વજન ઘટાડવા માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ તમને લગભગ ૭૦ % વધુ કેલરી અને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો તમે દરરોજ સવારે ઓછામાં ઓછા ૩૦ મિનિટ વોક કરવાની આદાત રાખો.