ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ચોરી કરવાના ૧૨,૮૦૩ કેસ કરીને ૧૦૧થી વધી વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, એમ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સંસદમાં માહિતી આપતા જણાવ્યું હતું.
કેન્દ્રિય જીએસટી કચેરીના અધિકારીઓએ આ કેસ કરેલા છે. ભારતીય ન્યાય સંહિતા હેઠળ તેને માટે જવાબદાર વ્યક્તિઓ સામે ત્રણ એફઆઈઆર ફાઈલ કરવામાં આવેલી છે. આ એફઆઈઆરમાં ત્રણ વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ૩૦ મી ઓક્ટોબર ૨૦૨૪ સુધીના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.
આ ૧૨,૮૦૩ કેસોમાં ભારતીય ન્યાયસંહિતાની જોગવાઈ મુજબ કેસ કરીને ૧૦૧ જણની ધરપકડ કરવામાં આવેલી છે. સીજીએસટી એક્ટની કલમ ૬૯ની જોગવાી હેટળ ૧૦૧ જણની ધરપકડ કરવામાં આવેલી છે. રાજ્યસભામાં એક અલગ જ સવાલનો જવાબ આપતા નાણાં ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી પંકજ ચૌધરીએછેલ્લા પાંચ વર્ષ દરમિયાન જીએસટીની થયેલી આવકના આંકડાઓની વિગતો આપવાની સૌથી સાથે જીએસટીની થયેલી આવકની વિગતો પણ આપી હતી.
૨૦૨૩-૨૪ ના વર્ષમાં દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કુલ આવક રૂ. ૨૦.૧૮ લાખ કરોડની થઈ હતી. તેની સામે રૂ. ૨.૦૮ લાખ કરોડનું રિફંડ આપવામાં આવ્યું હતું. ૨૦૨૨-૨૩ના વર્ષમાં જીએસટીની કુલ આવક રૂ. ૧૮.૦૮ લાખ કરોડની હતી. આ વરસે રૂ.૨.૨૦ લાખ કરોડનું રિફંડ ચૂકવવામાં આવ્યું હતું. ૨૦૨૧-૨૨ ના વર્ષમાં જીએસટીની કુલ આવક રૂ. ૧૪.૮૩ લાખ કરોડની થઈ હતી. ૨૦૨૦-૨૧ના વર્ષમાં જીએસટીની આવક રૂ. ૧૧.૩૭ લાખ કરોડની થઈ હતી. તેમાંથી ૧.૮૩ લાખ કરોડના રિફંડ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. ૨૦૨૦-૨૧ ના વર્ષમાં રૂ. ૧.૨૫ લાખ કરોડનું રિફંડ આપવામાં આવ્યું હતં.