અનુલોમ-વિલોમ પ્રાણાયામ એ શ્વાસ લેવાની પ્રક્રિયાનો એક પ્રકાર છે જેમાં એક નસકોરામાંથી શ્વાસ લેવામાં આવે છે અને બીજા નસકોરામાંથી બહાર કાઢવામાં આવે છે. જેનો અર્થ શરીરમાં ઊર્જાના માર્ગોને સાફ કરવો તેવો છે.
શિયાળો શરૂ થઇ ગયો છે. ઠંડીમાં શરીરમાં સ્ફ્રુતિ રાખવા માટે મોટાભાગના લોકો સવારે ચાલવા જાય, યોગ કરવા વગેરે જેમ શારીરિક કસરત કરે છે. પરંતુ ઘણાની પાસે ટાઈમ ઓછો હોવાથી કરીકસરત કરી સકતા નથી. પરંતુ આજના વ્યસ્ત અને તણાવપૂર્ણ જીવનમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જો તમે શારીરિક અને માનસિક શાંતિ તેમજ તાજગી શોધી રહ્યા છો, તો તમે અનુલોમ-વિલોમ પ્રાણાયામ તમારા માટે ઉત્તમ ઉપાય બની શકે છે. આ એક પ્રકારનો શ્વાસ લેવાની પ્રેક્ટિસ છે જે માનસિક તણાવ ઘટાડવામાં, શરીરમાં એનર્જી વધારવામાં અને ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. અહીં જાણો અનુલોમ વિલોમ વિશે અને તેના ફાયદા પણ જાણો
અનુલોમ વિલોમ
અનુલોમ-વિલોમ પ્રાણાયામ એ શ્વાસ લેવાની પ્રક્રિયાનો એક પ્રકાર છે જેમાં એક નસકોરામાંથી શ્વાસ લેવામાં આવે છે અને બીજા નસકોરામાંથી બહાર કાઢવામાં આવે છે. જેનો અર્થ શરીરમાં ઊર્જાના માર્ગોને સાફ કરવો તેવો છે. આ પ્રાણાયામ નિયમિત રીતે કરવાથી શરીર અને મનને સકારાત્મક ઉર્જા મળે છે અને સ્વાસ્થ્ય સુધરે છે. તે બેસીને કરવામાં આવે છે અને શાંતિ અને માનસિક સંતુલન માટે એક આદર્શ પદ્ધતિ માનવામાં આવે છે.
અનુલોમ વિલોમ ફાયદા
અનુલોમ-વિલોમ અસ્થમા અને સાઇનસ જેવા શ્વસન સંબંધી રોગોમાં ખૂબ જ અસરકારક છે. અનુલોમ-વિલોમ શ્વસનતંત્રને સુધારવામાં મદદ કરે છે, જે અસ્થમા અને સાઇનસ જેવા રોગોથી રાહત આપે છે. તે શ્વસન માર્ગને સાફ કરે છે અને શ્વાસના પ્રવાહમાં સુધારો કરે છે, જેનાથી શ્વસન સંબંધી સમસ્યાઓ ઓછી થાય છે.
સારી ઊંઘ : અનુલોમ-વિલોમ શરીરમાં ઊંડી અને શાંતિપૂર્ણ ઊંઘ મેળવવામાં મદદ કરે છે. તે શરીરને આરામ આપવા અને મનને શાંત કરવામાં મદદરૂપ છે, જેનાથી ઊંઘની ક્વોલિટીમાં સુધારો થાય છે.
તણાવ રાહત : દરરોજ અનુલોમ-વિલોમ કરવાથી તણાવ અને ચિંતા ઓછી થાય છે. તે શ્વાસના ધીમા અને ઊંડા પ્રવાહને કારણે શરીર અને મનમાં શાંતિ અને સંતુલન લાવે છે, જેનાથી માનસિક તણાવ દૂર થાય છે.
પાચન સુધારે : અનુલોમ વિલોમ પાચન સુધારે છે. તે પેટની સમસ્યાઓને દૂર કરવામાં અને શરીરના ભાગોને યોગ્ય રક્ત પુરવઠો પ્રદાન કરવામાં મદદ કરે છે, પાચનની પ્રક્રિયાને સરળ અને અસરકારક બનાવે છે.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરે : બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત લોકો માટે અનુલોમ વિલોમ વરદાન સાબિત થઈ શકે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને શરીરને સંતુલિત રાખે છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો : દરરોજ અનુલોમ વિલોમ કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તે શરીરની સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવે છે અને રોગોથી બચવામાં મદદ કરે છે.
માઈગ્રેનની સમસ્યામાં ફાયદો : આ પ્રાણાયામ માઈગ્રેન અથવા માથાનો દુખાવોની સમસ્યાથી પીડાતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી માથાનો દુખાવો ઓછો થાય છે અને માનસિક શાંતિ મળે છે.
એનર્જી મળે : આ પ્રાણાયામ શરીરને એનર્જી પ્રદાન કરે છે અને દિવસભરનો થાક દૂર કરે છે. તે મન અને શરીર બંનેને તાજગી અને ઉર્જા આપે છે.
સારી એકાગ્રતા અને યાદશક્તિ વધારે : અનુલોમ વિલોમ મગજને શાંતિ આપે છે, જેનાથી એકાગ્રતા વધે છે અને યાદશક્તિ પણ વધે છે. તેનાથી માનસિક કાર્યક્ષમતા વધે છે.
અનુલોમ-વિલોમ કરવાની રીત
- સૌ પ્રથમ, શાંતએ આરામથી બેસો. ધ્યાન રાખો કે તમારી કરોડરજ્જુ સીધી છે.
- તમારા જમણા હાથની આંગળી વડે જમણી નસકોરું બંધ કરો. ડાબા નસકોરા વડે ઊંડો શ્વાસ લો અને જમણા નસકોરા વડે શ્વાસ છોડો.
- પછી ડાબા નસકોરા વડે શ્વાસ લો અને જમણા નસકોરા વડે શ્વાસ બહાર કાઢો.
- આ પ્રક્રિયા ધીમે ધીમે ૧૦ થી ૧૫ મિનિટ સુધી કરો અને ધીમે ધીમે તમે તેને ૩૦ મિનિટ સુધી વધારી શકો છો.
શું ધ્યાન રાખવું?
- અનુલોમ-વિલોમ હંમેશા ખાલી પેટ કરો જેથી તમે તેનો પૂરો લાભ મેળવી શકો. જમ્યા પછી ઓછામાં ઓછું ૨-૩ કલાકનું અંતર રાખો.
- પ્રાણાયામ કરતી વખતે, તમારા શ્વાસને રોકવાનો પ્રયાસ કરશો નહીં, તેના બદલે કુદરતી રીતે શ્વાસ લો અને બહાર કાઢો.