રોટલી પર ઘી અને ખાંડ લગાવી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. બાળક થી લઇ મોટી ઉંમરના લોકો પણ ખાઇ શકે છે. જાણો આ રીતે ક્યા સમયે રોટલી ખાવી જોઇએ.
રોટલી ભારતીય ભોજનની મુખ્ય વાનગી છે. ઘણી વખત રોટલીમાં ઘી અને ખાંડ લગાવી ખાવાની સલાહ આપવામાં આવી છે.. જી હાં, પહેલા દાદીમા બાળકોને રોટલીમાં ઘી અને ખાંડ નાખીને ખવડાવતા હતા. ઘણી જગ્યાએ લોકો ખાંડની બદલે સાકર અને ગોળનો પણ ઉપયોગ કરે છે. પરંતુ, મીઠાશ ભલે કોઇ પણ ચીજની હોય, પણ તેને આ રીતે ખાવાના પોતાના ફાયદા છે. અહીં અમે તમને જણાવીશું કે ક્યારે રોટલીમાં ઘી અને ખાંડ લગાવી ખાવી જોઇએ અને તેના શું ફાયદા છે.
રોટલીમાં ઘી અને ખાંડ લગાવી ખાવાના ફાયદા
૧ રોટલી સાથે ૧ ચમચી ઘીમાં ૨૫૬ ગ્રામ કેલરી હોય છે. આ કેલરીમાંથી ૬૧ % ચરબી, ૩૩ % કાર્બોહાઇડ્રેટ અને ૪.૨ % ફાઇબર અને ૬ % પ્રોટીન છે. જ્યારે તમે તેમાં અડધી ચમચી ખાંડ ઉમેરો છો, ત્યારે તે લગભગ ૧૮ કેલરી આપે છે. આમ એક રીતે આ ફૂડ એનર્જી બૂસ્ટર બની જાય છે અને દરેક રીતે શરીર માટે ફાયદાકારક બની જાય છે.
રોટલી સંપૂર્ણ ખોરાક બની જાય છે
જ્યારે તમે આ રીતે રોટલી પર ઘી અને ખાંડ લગાવી ખાઓ છો, તો આ પ્રકારની રોટલી સંપૂર્ણ ખોરાક તરીકે કામ કરે છે. તેનાથી શરીરને ત્વરિત ઉર્જા મળે છે અને તમે સવારે કે સાંજે નાસ્તો કરશો તો પણ તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે અને શરીરમાં એનર્જી પણ આવશે.
ક્રેવિંગ અને વધુ ખાવાથીઅટકાવે છે
જે લોકોને મીઠી વસ્તુ ખાવાની આદત હોય અને જેમને વધુ પડતું ખાવાની ટેવ હોય તેમના માટે રોટલી સાથે ઘી અને ખાંડનું સેવન ફાયદાકારક હોય છે. ઘી અને રોટલી મનને ભરી દે છે અને સાકર સાથે મળીને તે ક્રેવિંગ બંધ કરી દે છે. જ્યારે તમે તેને ખાવ છો, ત્યારે તમારું પેટ ભરેલું હોય છે અને તમારું મન પણ ભરેલું હોય છે. આ રીતે, તે વજનને સંતુલિત કરવામા પણ મદદરૂપ થાય છે.
રોટલી સાથે ઘી અને ખાંડ ક્યારે અને કેવી રીતે ખાવી?
તમારે દિવસમાં ૧૦ વાગ્યે અથવા સાંજે ૩ વાગ્યે ઘી ખાંડની રોટલી ખાવી જોઈએ. તેનાથી તમને ફાયદો થશે કે તમે બ્રેકફાસ્ટ બાદ ભોજન પર કંટ્રોલ કરી શકશો. બીજું, તમે રાત્રિભોજન અને સાંજની ભૂખને નિયંત્રિત કરી શકશો. તેથી માત્ર ૧ કે ૨ રોટલી લો, તેના પર ઘી લગાવીને અડધી ચમચી ખાંડ નાખીને ખાઓ.