જો તમે નકલી અને ભેળસેળવાળા બટાકાનું સેવન કરો છો તો સાવધાન થઈ જાવ, કારણ કે તેને ખાવાથી અનેક બીમારીઓ થઈ રહી છે. આવી સ્થિતિમાં એવી કેટલીક ટિપ્સ છે જેના દ્વારા તમે નકલી અને અસલી બટાકાને સરળતાથી ઓળખી શકો છો.
બટાકા બધાજ શાકભાજી સાથે ભળે છે, તેથી કોઈપણ શાકભાજી સાથે મિક્સ કરીને ખાઈ શકાય છે આથી બટાકાને શાકભાજીનો રાજા કહેવાય છે પરંતુ શું તમને ખબર છે આજકાલ બજારમાં નકલી બટાકા મળતા થઇ ગયા છે. થોડો નફો કરવા માટે બટાકામાં પણ ભેળસેળ શરૂ કરી દેવામાં આવી છે. બગડેલા બટાકાને રસાયણો લગાવીને નવામાં રૂપાંતરિત કરવામાં આવે છે.
જો તમે નકલી અને ભેળસેળવાળા બટાકાનું સેવન કરો છો તો સાવધાન થઈ જાવ, કારણ કે તેને ખાવાથી અનેક બીમારીઓ થઈ રહી છે. આવી સ્થિતિમાં એવી કેટલીક ટિપ્સ છે જેના દ્વારા તમે નકલી અને અસલી બટાકાને સરળતાથી ઓળખી શકો છો.
અસલી અને નકલી બટાકા ઓળખવાની ટિપ્સ
- સ્મેલ દ્વારા ઓળખો : જ્યારે વાસ્તવિક બટાકાની ગંધ આવે છે, ત્યારે તેમાં કુદરતી સુગંધ હોય છે. જ્યારે તમને નકલી બટાકાની ગંધ આવે તો તેમાં કેમિકલ જેવી સ્મેલ આવે છે. આ સિવાય નકલી બટાકાનો રંગ હાથ પર પડે છે.
- માટી દ્વારા ઓળખો : અસલી અને નકલી બટાકા વચ્ચેનો તફાવત જાણવા માટે બટાકા પરની માટીને ધ્યાનમાં રાખવી જોઈએ. અસલી બટાકાને સાફ કરવા માટે તેને ઘણી વખત ઘસવા પડે છે અને તો જ માટી સાફ થઈ જાય છે. પરંતુ જ્યારે નકલી બટાકાને પાણીમાં નાખવામાં આવે છે, ત્યારે માટી ઓગળી જાય છે.
- કાપીને ઓળખો : અસલી અને નકલી બટાકાની ઓળખ કરવા માટે તમારે બટાકાને કાપવા પડશે. જો બટેટા અસલી હોય તો તેનો રંગ અંદર અને બહાર લગભગ સરખો જ હશે. પરંતુ જો તે નકલી બટેટા હશે તો અંદરનો રંગ અલગ હશે.
- પાણીમાં બોળીને ટેસ્ટ કરો : અસલી અને નકલી બટાકાને પાણીમાં બોળીને ઓળખી શકાય છે. અસલી બટાકા પાણીમાં ડૂબી જાય છે, પરંતુ નકલી બટાકા ક્યારેક રસાયણોની હાજરીને કારણે તરતા રહે છે.
- નકલી બટેટાથી થતી બીમારી : નકલી બટેટા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ ખાવાથી કિડની, આંતરડા, લીવર, કાન, નાક અને આંખોને પણ નુકસાન થાય છે. આ સિવાય પેટમાં દુખાવો, કબજિયાત અને ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ થઈ શકે છે.