મખાના અને મગફળી બંનેમાં પ્રોટીન અને કેલેરી સારા પ્રમાણમાં હોય છે. જો વજન ઘટાડા માંગો છો તો મખાના અને મગફળી બંને માંથી શું ખાવાથી વધુ ફાયદો થશે.
વોટ લોસ માટે લોકો જાત જાતના પ્રયત્નો કરે છે. બિનઆરોગ્યપ્રદ આહાર અને ખરાબ જીવનશૈલીને કારણે મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન રહે છે. વધુ વજનને કારણે લોકો શરમજનક સ્થિતિમાં મુકાવાની સાથે સાથે સમય જતાં તે તમારા સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ ખરાબ અસર કરે છે. આવી સ્થિતિમાં, હેલ્થ એક્સપર્ટ્સ સમયસર શરીરના વજનને નિયંત્રિત કરવાની ભલામણ કરે છે.
હવે, ઉપર જણાવ્યા મુજબ, બિનઆરોગ્યપ્રદ આહાર અને નબળી જીવનશૈલી વજન વધવા પાછળના બે મુખ્ય કારણો છે. આવી સ્થિતિમાં, વેટ લોસ કરવા માટે વજન વધારનાર પરિબળોનું સમાધાન કરવું જરૂરી છે. તમે શારીરિક પ્રવૃત્તિ વધારીને, ૮ થી ૯ કલાકની ઊંઘ લઇ તમારી લાઇફ સ્ટાઇલ સુધારી શકો છો. આ ઉપરાંત તમે ડાયટમાં અમુક ચીજોનો સમાવેશ કરીને પણ વધતા વજનને કંટ્રોલ કરી શકો છો.
તેા એક ખાસ વસ્તુ છે મગફળી અને મખાના. ખાસ કરીને શિયાળામાં તેમને ડાયટનો ભાગ બનાવીને તમે વજન ઘટાડવાની સાથે ઘણા વધુ ફાયદા પણ મેળવી શકો છો. જો કે, ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન થાય છે કે શું સ્થૂળતા ઘટાડવા માટે મખાના ખાવાથી વધુ ફાયદો થાય છે કે મગફળી? અથવા ઝડપથી વજન ઘટાડવામાં શું મદદ કરી શકે છે? આવો જાણીએ આ સવાલનો જવાબ-
મગફળી :
સૌથી પહેલા મગફળી હેલ્ધી ફેટ, પ્રોટીન અને ફાઇબરની સારી માત્રામાં મળી આવે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ ખાવાથી પેટ ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે, જે તમારું વજન સંતુલિત રાખે છે. જ્યારે ફાઇબરના સેવનથી તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો, એટલે કે, તમને ઝડપથી ભૂખ લાગતી નથી અને તમે વધુ પડતું ખાવાનું ટાળો છો. આ તમને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
૧૦૦ ગ્રામ સીંગદાણામાં લગભગ ૨૫.૮ ગ્રામ પ્રોટીન અને ૮.૫ ગ્રામ ફાઇબર હોય છે.
મખાના :
મખાનાની વાત કરીએ તો તેમાા સારી માત્રામાં ફાઈબર અને પ્રોટીન પણ જોવા મળે છે. ૧૦૦ ગ્રામ મખાનામાં લગભગ ૯.૭ થી ૧૦.૭૧ ગ્રામ પ્રોટીન હોય છે.
મખાના કે સીંગદાણા વજન ઘટાડવા માટે શું ખાવું?
ઉપર જણાવ્યા પ્રમાણે મખાનાની સરખામણીએ સીંગદાણામાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. જો કે તેમાં કેલરીનું પ્રમાણ પણ વધારે હોય છે. ૧૦૦ ગ્રામ સીંગદાણામાં ૫૬૭ કેલરી હોય છે, જ્યારે ૧૦૦ ગ્રામ મખાનામાં ૩૪૭ થી ૩૫૬ કેલરી હોય છે. આવી સ્થિતિમાં વજન ઘટાડવા માટે સીંગદાણા કરતાં મખાના ખાવાથી વધુ ફાયદો થઈ શકે છે. તમે સીંગદાણાને ડાયટનો ભાગ પણ બનાવી શકો છો, પરંતુ આ માટે તમારે તમારી કેલરીની ગણતરી પર વધુ ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. તમે સંતુલિત માત્રામાં સીંગદાણાનું સેવન કરીને વજનને નિયંત્રિત કરી શકો છો.