અતુલ સુભાષની આત્મહત્યાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. સોશિયલ મીડિયા પર પણ એની જ ચર્ચાઓ થઇ રહી છે. પુરૂષોને પણ દિલ હોય છે, તેમને પણ દર્દ થાય છે, પણ કાનૂન હંમેશા મહિલાઓની જ ફેવર કરે છે, એવી ચર્ચાઓ પણ થઇ રહી છે.
દરમિયાન અતુલ સુભાષ મામલાની તપાસ માટે બેંગલુરુ પોલીસની એક ટીમ જૌનપુર પહોંચી છે. અતુલ સુભાષના સાસરિયાઓને આ વાતની જાણ થતાં જ તેઓ મોડી રાત્રે ઘરને તાળું મારીને ત્યાંથી ચાલ્યા ગયા હતા. આત્મહત્યા પહેલા બનાવેલા લગભગ દોઢ કલાક લાંબા વીડિયોમાં અતુલ સુભાષે તેની પત્ની અને સાસરિયાઓને આ માટે જવાબદાર ઠેરવ્યા છે. પોલીસ એ વિશે તપાસ કરવા માગે છે.
નિકિતા સિંઘાનિયાની માતા નિશા સિંઘાનિયા અને તેમના સાળા તેમના ઘરને તાળું મારીને રાતના અંધારામાં ભાગી ગયા હતા. આ દરમિયાન અતુલની સાસુ નિશા સિંઘાનિયા મીડિયાના પ્રશ્નોને ટાળી રહી હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તે રિપોર્ટરના હાથ જોડી રહી છે, પરંતુ કોઈ પ્રશ્નનો જવાબ નથી આપી રહી અને પછી બાઇક પર જતી રહે છે.