ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડી છે. શનિવારે તેમને દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર ન્યુરોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.
લાલકૃષ્ણ અડવાણી ૯૭ વર્ષના છે. છેલ્લા ૪-૫ મહિનામાં લગભગ ચોથી વખત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન ડોકટરોના નિરીક્ષણ હેઠળ છે. તેમની તબિયત સ્થિર છે.