શિયાળામાં ક્યારે અને કેટલા ડાયફ્રુટ્સ ખાવા જોઈએ?

ડ્રાયફ્રૂટ્સ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે. તેને ખાવાથી શરીરને દરેક પ્રકારના પોષક તત્વો મળે છે. જોકે શું તમે જાણો છો શિયાળાની ઋતુમાં ક્યારે અને કેટલા ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ?

Dry Fruits GIFs - Find & Share on GIPHY

ડ્રાયફ્રૂટ્સ ખાવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે. તેને ખાવાથી શરીરને દરેક પ્રકારના પોષક તત્વો મળે છે. આમ પણ શિયાળો હોય કે પછી અન્ય કોઈપણ ઋતુ લોકો તેને રોજ પોતાની ભોજનમાં સામેલ કરી લેતા હોય છે. જોકે શું તમે જાણો છો શિયાળાની ઋતુમાં ક્યારે અને કેટલા ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ? જો તમે પણ આ સવાલનો જવાબ શોધી રહ્યા છો, તો અમે તમારા માટે તેનો જવાબ લઇને આવ્યા છીએ.

6 Healthy dry fruits that are must for winter diet

શિયાળામાં કયા ડાયફ્રુટ્સ શ્રેષ્ઠ છે?

શિયાળાની ઋતુમાં ડ્રાયફ્રૂટ્સ ખાવા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આમ જોવા જઈએ તો બજારમાં અનેક પ્રકારના ડ્રાયફ્રૂટ્સ મળે છે. જોકે શિયાળા માટે ફક્ત થોડા જ શ્રેષ્ઠ છે. શિયાળાની ઋતુમાં તમે બદામ, પિસ્તા, ખજૂર, અખરોટ, મગફળી, કિસમિસ અને કાજુ ખાઈ શકો છો. તેનાથી શરીરને ગરમી મળે છે.

How To Choose The Best Premium Quality Dry Fruits? – Sindhi Dry Fruits

શિયાળામાં ડાયફ્રુટ્સ પલાળીને ખાવા જોઈએ?

શિયાળાની ઋતુમાં પણ ડ્રાયફ્રૂટ્સને પલાળીને ખાવાએ એક સારો વિકલ્પ હોઈ શકે છે. તેને પલાળીને ખાવાથી પાચનમાં સુધારો થાય છે. જોકે ઘણા એવા ડ્રાયફ્રૂટ્સ છે જેને પલાળવાની જરૂર નથી. તમે બદામ, અખરોટ, કાજુ, અંજીર, કિસમિસ વગેરે જેવા ડ્રાયફ્રૂટ્સને પાણીમાં પલાળી શકો છો. તમે તેને દૂધમાં પલાળીને પણ ખાઈ શકો છો.

5 Dry Fruits To Eat This Winter To Stay Warm And Healthy From Dryfruit  Basket

શિયાળામાં ડ્રાયફ્રૂટ્સ ક્યારે ખાવા જોઈએ

શિયાળામાં સવારે ખાલી પેટે કે પછી બ્રેકફાસ્ટ સાથે ડ્રાયફ્રૂટ્સ ખાવાથી વધુ સારું રહે છે. સવારે તેને ખાવાથી તમે દિવસભર ઊર્જાવાન રહો છો. તમે સાંજે નાસ્તા તરીકે ડ્રાયફ્રૂટ્સ પણ ખાઈ શકો છો.

The Best Dry Fruits for Energy: A Look at Nutrient-Rich Powerhouses –  Sindhi Dry Fruits

શિયાળામાં ડ્રાયફ્રૂટ્સ કેટલું ખાવું જોઈએ?

શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે તમે ૫-૭ બદામ, ૨-૩ અખરોટ, ૮-૧૦ કિસમિસ, ૪-૫ કાજુ, ૬-૮ પિસ્તા અને ૧-૨ અંજીર ખાઈ શકો છો. જોકે ડ્રાયફ્રૂટ મર્યાદિત માત્રામાં જ ખાવા જોઈએ. તેમાં કેલરી અને ચરબીનું પ્રમાણ વધારે હોય છે, જે તમારું વજન પણ વધારી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *