પ્રખ્યાત તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની તબિયત લથડી છે. રવિવારે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ઝાકિર હુસૈનની હાલત હાલ ગંભીર છે. સંગીતની દુનિયામાં વર્ષોથી સક્રિય રહેલા ઝાકિર હુસૈનના લાખો ચાહકો છે. આ સમાચારથી ફેન્સ ખૂબ જ ચિંતિત છે અને સોશિયલ મીડિયા પર તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ચાહકોએ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. ઝાકિર હુસૈનને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઝાકિર હુસૈનનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે અને ભારત સહિત અનેક દેશોમાં તેમના કરોડો ચાહકો છે.