જાણીતા તબલાવાદક ઝાકિર હુસૈનનું ૭૩ વર્ષની વયે નિધન, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ…
જાણીતા તબલાવાદક ઝાકિર હુસૈનનું ૭૩ વર્ષની વયે અમેરિકામાં નિધન થયું હતું. તેમને હાર્ટની સમસ્યાને લઈ સાન ફ્રાન્સિસ્કોની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો જન્મ ૯ માર્ચ, ૧૮૫૧ ના રોજ મુંબઈમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ મુંબઈના માહિમની સેન્ટ માઈકલ સ્કૂલમાંથી મેળવ્યું હતું. આ ઉપરાંત મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ઝાકિર હુસૈને માત્ર ૧૧ વર્ષની ઉંમરે અમેરિકામાં પોતાનો પહેલો કોન્સર્ટ કર્યો હતો.
ઉસ્તાદ ઝાકિર હુસૈનના નજીકના એક સૂત્રએ કહ્યું, ૭૩ વર્ષીય તબલા વાદકને બ્લડ પ્રેશરની સમસ્યા હતી. તેઓ છેલ્લા એક અઠવાડિયાથી સાન ફ્રાન્સિસ્કોમાં હૃદયની સમસ્યા સાથે હૉસ્પિટલમાં દાખલ હતા. ઝાકિર હુસૈનના પિતા અલ્લાહ રખા પણ પ્રસિદ્ધ તબલા વાદક હતા.