લદાખમાં ૪.૩ ની તીવ્રતાનો ભૂકંપ

લોકો ઘરની બહાર દોડી આવ્યા, કોઈ નુકસાની નહીં.

લદાખમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા, કોઈ નુકસાની નહીં 1 - image

આજે (૧૮ ડિસેમ્બર) સાંજે લગભગ ૦૪:૦૦ વાગ્યાની આસપાસ લદાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે વિસ્તારના લોકો ડરીને ઘરની બહાર દોડી ગયા હતા. જો કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાની કે નુકસાની થઈ નથી. લદાખ જેવા સંવેદનશીલ ભૌગોલિક વિસ્તારમાં ધરતીકંપ નવી વાત નથી. આ પ્રદેશ હિમાલયની ટેકટોનિક પ્લેટો પર આવેલો છે, જ્યાં હળવા અને મધ્યમ ધરતીકંપો વારંવાર નોંધાય છે.

Ladakh, J&K suffers earthquake of magnitude 4.3, informs NCS- The Daily  Episode Network

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ જણાવ્યું કે, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૩ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર લેહ-લદાખ ક્ષેત્રમાં પૃથ્વીથી ૧૦ કિલોમીટર નીચે હોવાનું કહેવાય છે. ભૂકંપ સાંજે ૦૪:૨૩ કલાકે નોંધાયો હતો.

Today's News: Breaking News and Top Headlines from India, Entertainment,  Business, Politics and Sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *