સફેદ ભૂરા વાળને કહો ગૂડ બાય…

આપણે જોઈશું કે સફેદ ભૂરા વાળથી છુટકારો મેળવવા માટે અજમાના પાન વાટીને કુદરતી હેર ડાઈ પેક કેવી રીતે બનાવી શકાય. આ નેચરલ હેર ડાઇથી કોઇ આડઅસર થવાની કોઈ શક્યતા નથી કારણ કે તે કોઈપણ રસાયણો ઉમેર્યા વિના કુદરતી રીતે બનાવવામાં આવે છે.

સફેદ ભૂરા વાળને કહો ગૂડ બાય… અજમાના પાન પૂરતા છે! ઘરે બનાવો નેચરલ હેર ડાઇ પેક

ઘણા લોકોને વાળ ખરવાની સમસ્યા હોય છે, તેવી જ રીતે ઘણા લોકોના વાળ સફેદ કે ભૂખરા થઇ જતા હોય છે. સફેદ ભૂરા વાળની સમસ્યા દૂર કરવા માટે લોકો કેમિકલયુક્ત ડાઇ પેક કે કૃત્રિમ વાળના રંગોનો ઉપયોગ કરે છે. પરંતુ, આ લેખમાં, આપણે જોઈશું કે કુદરતી રીતે કોઇ પણ જાતના કૃત્રિમ રસાયણોને મિશ્રિત કર્યા વિના અજમાના પાનનો ઉપયોગ કરી વાળના રંગને કેવી રીતે કાળો કરી શકાય.

Pin page

અજમો એ રસોઇમાં ઉપયોગમાં લેવાતી મહત્વની જડીબુટ્ટી છે. અજમાના ફાયદા ઘણા છે એ જ રીતે અજમાના પાનના ફાયદા પણ છે. અજમાના પાનનો ઉપયોગ ગેસ, અપચો અને શરદી સહિત ઘણી બિમારીઓ માટે થાય છે. પરંતુ તમને પણ જાણીને નવાઇ થશે કે અજમાના પાંદડાનો ઉપયોગ વાળ માટે થાય છે. અજમાના પાંદડાથી તમે ઘરે જ નેચરલ હેર ડાઇ બનાવી શકો છે.

🦋 — transparencyhoe: hair gif // damn wishin my...

અજમાના પાન વાટી બનાવો નેચરલ હેર ડાઇ

Ajwain Plant With self watering Pot - from Sansar Green

સફેદ વાળથી બચવાના ઉપાયો અંગે વાત કરીએ તો અજમાના પાન વાટી બનાવાતી આ નેચરલ હેર ડાઇ કોઇ આડઅસર વગરની છે. જે બનાવવાની રીત પણ આસાન છે. સૌપ્રથમ અજમાના ૧૦-૧૫ પાન લો. આને પથ્થર કે ખલમાં મૂકીને સારી રીતે વાટી લો. અજમાના પાન વાટવાથી એનો રસ બની જશે. અહીં ખાસ એ ધ્યાન રાખો કે આમાં બહારથી પાણી ઉમેરશો નહીં.

વાળ કાળા કરવા માટે બધા પાંદડાને સારી રીતે ક્રશ કર્યા પછી, તેને નિચોવી લો અને સ્ટ્રેનરમાં રસ કાઢો. તેમાંથી લગભગ બે ચમચી જેટલો રસ મળશે. તેમાં એક ચમચી આમળાનો પાવડર, એક ચમચી અરીઠા પાવડર, બે ચમચી નારિયેળ તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. જ્યારે આ પેસ્ટ તૈયાર થઇ જાય ત્યારે તેને માથા પર જ્યાં સફેદ કે ભૂરા વાળ હોય ત્યાં ઘસી લો.

આ રીતે ઘસ્યા પછી, એક કલાક પછી તમારે નવસેવકા પાણીથી સ્નાન કરી લો. આવું અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરો. અજમાના પાંદડામાંથી બનાવેલી આ નેચરલ હેર ડાઇ લગાવવાથી તમે જોશો કે તમારા સફેદ કે ભૂરા વાળ દૂર થતા જશે.

Ajwain Leaves – 100g – Fresh Farmse

અજમાના પાનના ફાયદા

અજમાના પાન ઔષધી સમાન છે. અજમાના પાન એન્ટિસેપ્ટિક ગુણોથી સભર છે. પેટમાં ગેસ, અપચો થયો હોય એવા સંજોગોમાં તેમજ શરદી ઉધરસમાં અજમાના પાન પાણીમાં ઉકાળીને પીવાથી ફાયદો થાય છે. અજમાના પાનને વાટી સુતરાઉ કાપડમાં બાંધી એને સૂંઘવાથી ઉધરસ, અસ્થમા જેવી શ્વસનની સમસ્યાઓથી રાહત થાય છે.

Drawing GIF - Find on GIFER

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *