કચ્છમાં ૩.૭ તીવ્રતાનો ભૂકંપ

કચ્છમાં સોમવારે ૩.૭ તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ગુજરાત ISR એ જણાવ્યું કે, સોમવારે સવારે ૧૦:૪૪ વાગે કચ્છમાં ૩.૭ તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદ કચ્છના લખપતથી ૭૬ કિમી દૂર ઉત્તર- ઉત્તર પૂર્વમાં છે.

કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો; કોઈ નુકસાનની જાણ નથી

કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છમાં સવારે ૧૧ વાગેની આસપાસ ૩.૭ તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. એક મહિનામાં ત્રણથી વધુ તીવ્રતાનો આ બીજો ભૂકંપ છે. ગુજરાત ISR એ જણાવ્યું કે, સોમવારે સવારે ૧૦:૪૪ વાગે કચ્છમાં ૩.૭ તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદ કચ્છના લખપતથી ૭૬ કિમી દૂર ઉત્તર- ઉત્તર પૂર્વમાં છે.

નેપાળમાં 4.8ની તીવ્રતાના ભૂકંપથી લોકો ફફડી ગયા,ભયના માર્યા ઊંઘમાંથી ઊઠી દોટ મૂકી 1 - image

કચ્છમાં ૧ મહિનામાં બીજો ભૂકંપ

કચ્છમાં ચાલુ મહિનામાં ત્રણથી વધુ તીવ્રતાનો આ બીજો ભૂકંપનો આંચકો આવ્યો છે. ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ અનુસાર, ગત ૭ ડિસેમ્બરના રોજ જિલ્લામાં ૩.૨ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તો અગાઉ ૧૮ નવેમ્બરે કચ્છમાં ૪ તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. ISR ના આંકડા મુજબ પાછલા મહિને ૧૫ નવેમ્બરે ગુજરાતના પાટણમાં પણ ૪.૨ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગુજરાત ભૂકંપ સંવેદનશીલ વિસ્તાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *