શરીર સ્વસ્થ રાખવા માટે યોગ્ય સમયે ભોજન કરવું અને ઊંઘવું જરૂરી છે. ઘણા લોકો જમ્યા બાદ તરત જ સુઈ જાય છે તે ખરાબ આદાત છે.
શરીરને સ્વસ્થ અને તંદુરસ્તા રાખવું જરૂર છે. બદલાતી લાઈફસ્ટાઈલ અને ફાસ્ટ લાઇફમાં દરેક વ્યક્તિ ઉતાવળમાં જીવન જીવી છે. કોઈ પણ કામ કરવાનું હોય કે જમવાનું હોય, લોકો બધું જ ઉતાવળમાં જ કરે છે. તેની અસર તેમના સ્વાસ્થ્ય પર પણ જોવા મળે છે.
ઘણા લોકો જમ્યા પછી સૂઈ જાય છે
ઘણા લોકો એવા પણ હોય છે જે ભોજન કર્યા બાદ તરત જ સૂઈ જાય છે. આવા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. શું ભોજન કર્યા બાદ તરત જ ઉંઘવું જોઇએ, તે વિશે સદગુરુ જગ્ગી વાસુદેવે પોતાના અભિપ્રાય રજૂ કર્યા છે. જો તમે પણ ખાવાનું ખાધા પછી તરત જ સૂઈ જાઓ છો, તો તમારે આ આર્ટીકલ જરૂર વાંચવો જોઈએ.
જમ્યા બાદ તરત કેમ ઊંઘવું જોઇએ નહીં?
સદગુરુના જણાવ્યા અનુસાર ભોજન કર્યા બાદ તરત જ ઊંઘવાથી શરીરની કોશિકાઓનું આયુષ્ય ધીમે ધીમે ઓછું થતું જાય છે. જો તમે ખાવાનું ખાધા પછી તરત જ સૂઈ જાઓ છો અને તમારી ઉંમર ૩૦ વર્ષ છે, તો તમે થોડા દિવસો પછી તમારી ઉંમર કરતા મોટા દેખાવા લાગશો. તેમના મતે પેટમાં ખોરાકને કારણે ઊંઘતી વખતે શરીરમાં જડતાનું એક ખાસ પરિમાણ વિકસે છે, જેને તમસ તરીકે ઓળખવામાં આવે છે અને તે શરીર માટે ખૂબ જ હાનિકારક છે. સદગુરુના કહેવા મુજબ ઊંઘવાના ઓછામાં ઓછા ચાર કલાક પહેલાં જમવું જોઈએ. આ આદત તમને સવારે વહેલા જાગવામાં મદદરૂપ થાય છે.
ખોરાક પાચન થવામાં મુશ્કેલી
હકીકતમાં જમ્યા બાદ તરત જ ઊંઘવાથી ખોરાકનું બરાબર પાચન થતું નથી. ખોરાક ન પચવાથી એસિડિટી, ગેસ અને અપચાની સમસ્યા થઈ શકે છે. જમ્યા બાદ તરત જ ઊંઘવાથી વજન વધી શકે છે અને સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ઉપરાંત ભોજન કર્યા બાદ તરત સૂવાથી બરાબર ઊંઘ આવતી નથી, જેના કારણે તમને થાક અને આળસનો અનુભવ થઈ શકે છે.