મણીપુરના મુખ્યમંત્રીને હિંસાના દોઢ વર્ષ બાદ દુ:ખ થયું અને જનતાની માફી માંગી !

મણિપુરમાં સતત થયેલી હિંસા બદલ નવા વર્ષના એક દિવસ પહેલા મુખ્યમંત્રી બીરેન સિંઘે હિંસાના દોઢ વર્ષ બાદ રાજ્યના લોકોની માફી માંગી હતી. ગયા વર્ષે મે મહિનાથી જાતિય હિંસા ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો સ્થળાંતરિત પણ થયા છે.

ഞാന്‍ മാപ്പു ചോദിക്കുന്നു, പുതുവര്‍ഷത്തില്‍ നമുക്ക് പുതിയ ജീവിതം  ആരംഭിക്കാം'; മണിപ്പുർ മുഖ്യമന്ത്രി | Malayalam News, Kerala News, Political  News | Express Kerala

બિરેન સિંહે જનતાની માફી માંગીને કહ્યું કે, ‘ ૨૦૨૪ નું આખું વર્ષ ઘણું ખરાબ રહ્યું છે. ગયા વર્ષે ૩ મેથી લઈને આજ સુધી જે કંઈ પણ થયું છે તેના માટે હું રાજ્યની જનતાની માફી માંગુ છું. ઘણા લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા, ઘણા લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું, હું આનાથી દુઃખી છું. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં શાંતિપૂર્ણ સ્થિતિ જોઈને મને આશા છે કે ૨૦૨૫ માં રાજ્યની સ્થિતિ સામાન્ય થઈ જશે. ૨૦૨૪ નું આખું વર્ષ ખરાબ રહ્યું. નવા વર્ષ ૨૦૨૫ માં શાંતિની આશા છે.’

मणिपुर में डेढ़ साल से जारी हिंसा के लिए मुख्यमंत्री ने माफी मांगी, पिछली  गलतियों को भूलने का आग्रह किया

મણિપુરમાં ૩ જી મે ૨૦૨૩થી મેતાઈ અને કુકી સમુદાય વચ્ચે ભારે ઘાતકી હિંસા થઈ રહી છે. અનામત ક્વોટા અને આર્થિક લાભને લઈને આ દુશ્મની માનવઘાતક રહી છે. હવે રહી રહીને મુખ્યમંત્રીને દુખ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *